Western Times News

Gujarati News

ભૂમિ પેડનેકર ‘ધ રોયલ્સ’ સિઝન ૨ માંથી બહાર

‘ધ રોયલ્સ’ની પહેલી સિઝન રિલીઝ થતાં જ ચર્ચામાં આવી ગઈ હતી

ઝીનત અમાનના ઓટીટી ડેબ્યુ માટે પણ જાણીતી આ સિરીઝની પહેલી સિઝન એક અધુરી પ્રેમકથાના મુકામે અટકી ગઈ હતી

મુંબઈ, ‘ધ રોયલ્સ’ની પહેલી સિઝન રિલીઝ થતાં જ ચર્ચામાં આવી ગઈ હતી, પરંતુ હવે તેની બીજી સિઝન પહેલાં શોમાં મોટો ક્રિએટિવ બદલાવ કરવામાં આવી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, મુખ્ય ભૂમિ પેડનેકરે નેટફ્લિક્સના આ શોથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે, કારણ કે નિર્માતાઓ હવે વાર્તાને રોમાન્સની સ્ટોરીથી દૂર લઈ જઈ રાજપરિવારની જટિલતાઓ અને આંતરિક વિખવાદો પર વધુ ભાર મૂકવા માગે છે.ઝીનત અમાનના ઓટીટી ડેબ્યુ માટે પણ જાણીતી આ સિરીઝની પહેલી સિઝન એક અધુરી પ્રેમકથાના મુકામે અટકી ગઈ હતી.

જોકે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, હવે બીજી સિઝનમાં રાજપરિવારની દુનિયા, સત્તા, સંબંધો અને પરિવારની અંદરની ગૂંચવણોને વધુ ઊંડાણથી રજૂ કરવામાં આવશે — કારણ કે દર્શકો તરફથી આ પાસાંને જ વધુ સારો પ્રતિસાદ મળ્યો હતો.પ્રોડક્શન સાથે જોડાયેલા એક સુત્રે જણાવ્યું, “જ્યારે તમે રોમેન્ટિક સ્ટોરી બનાવો છો ત્યારે કહાની પોતે રસ્તો બતાવે છે. શો બહાર આવ્યા પછી દર્શકોને સૌથી વધુ ઈશાન ખટ્ટર, સાક્ષી તંવર, ઝીનત અમાન અને ‘ધ રોયલ્સ’ની અનોખી દુનિયા ગમી હતી. પહેલી સિઝન અમે એક અધુરી પ્રેમકથા પર પૂરી કરી હતી, પરંતુ તેને આગળ વધારવા અંગે કોઈ નિશ્ચિતતા નહોતી.

ભૂમિ સાથે કોઈ વિવાદ થયો નથી. મેકર્સ માત્ર કહાનીને સ્વાભાવિક રીતે આગળ લઈ જવા માગે છે.”‘ધ રોયલ્સ’ની પહેલી સિઝનમાં ચંકી પાંડે, વિહાન સમત, કાવ્યા ત્રેહાન સહિતના કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. શોના ભવ્ય રાજસી સેટઅપ, આંતરિક સંબંધોની ટકરાવભરી દુનિયા અને ગ્લેમરસ સ્ટોરીટેલિંગ તેની સૌથી મોટી ખાસિયતોમાં સામેલ હતા.

અહેવાલો મુજબ, ભૂમિ હાલમાં ‘હક’ના નિર્માતાઓ સાથે એક કોર્ટરૂમ ડ્રામા માટે ચર્ચા કરી રહી છે. ઉપરાંત, તે ઇમરાન ખાન સાથે નેટફ્લિક્સ માટે બની રહેલા તેનાં કમબેક પ્રોજેક્ટમાં પણ જોવા મળી શકે છે.સુત્રે વધુમાં ઉમેર્યું, “આ પ્રોજેક્ટ અંગે હાલમાં કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ભુમિ ટૂંક સમયમાં ‘દલદલ ૨’ પર પણ કામ શરૂ કરે તેવી શક્યતા છે, જે તેની તાજેતરની ગંભીર અને ઇન્ટેન્સ ભૂમિકાઓની પસંદ સાથે મેળ ખાતો પ્રોજેક્ટ છે.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.