Western Times News

Gujarati News

લક્ષ્ય-અનન્યા પાંડે સ્ટારર ‘ચાંદ મેરા દિલ’માંથી કિસિંગ સીન સેન્સર કરાયો

‘ચાંદ મેરા દિલ’ ૨ કલાક, ૧૫ મિનિટ અને ૩૬ સેકન્ડ લાંબી છે

સર્ટિફિકેટ મુજબ ફિલ્મની લંબાઈ ૧૩૫.૩૬ મિનિટ છે. એટલે કે, ‘ચાંદ મેરા દિલ’ ૨ કલાક, ૧૫ મિનિટ અને ૩૬ સેકન્ડ લાંબી છે

મુંબઈ,આ અઠવાડિયે લક્ષ્ય અને અનન્યા પાંડે અભિનીત ‘ચાંદ મેરા દિલ’ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ તેના ટાઇટલ ટ્રેકની લોકપ્રિયતા, રસપ્રદ ટ્રેઇલર, મુખ્ય કલાકારોની કેમિસ્ટ્રી અને હાલ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ રહેલા ઇન્ટેન્સ રોમાન્સ જાનરને કારણે ચર્ચામાં આવી છે. નિર્માતા ધર્મા પ્રોડક્શન્સે સેન્સર પ્રક્રિયા સમય પહેલાં પૂર્ણ કરી દીધી છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) એ ‘ચાંદ મેરા દિલ’ને U/A ૧૬+ સર્ટિફિકેટ સાથે પાસ કરી છે. જોકે, નિર્માતાઓને બે ફેરફારો જણાવવામાં આવ્યા હતા.

પહેલું, ૧૦ સેકન્ડના કિસિંગ વિઝ્યુઅલ્સ કાઢી તેની જગ્યાએ યોગ્ય શોટ્‌સ મુકવા કહેવામાં આવ્યું. બીજું, ૧ મિનિટ અને ૨૬ સેકન્ડના ‘લિપ-લોક કિસિંગ વિઝ્યુઅલ્સ’ દૂર કરવા જણાવાયું. એટલે કે, સીબીએફસી એ ફિલ્મમાંથી કુલ ૯૬ સેકન્ડ અથવા ૧ મિનિટ અને ૩૬ સેકન્ડના કિસિંગ શોટ્‌સ સેન્સર કર્યા છે. ઉપરાંત, ફિલ્મમાં કામ કરનારા તમામ બાળ કલાકારો માટે સંમતિપત્ર સબમિટ કરવા પણ જણાવાયું હતું.ફેરફારો કર્યા બાદ સીબીએફસીએ ૮ મેના રોજ સેન્સર સર્ટિફિકેટ જાહેર કર્યું હતું. સર્ટિફિકેટ મુજબ ફિલ્મની લંબાઈ ૧૩૫.૩૬ મિનિટ છે.

એટલે કે, ‘ચાંદ મેરા દિલ’ ૨ કલાક, ૧૫ મિનિટ અને ૩૬ સેકન્ડ લાંબી છે.‘ચાંદ મેરા દિલ’નું એડવાન્સ બૂકિંગ સોમવાર, ૧૮ મેથી શરૂ થવાની અપેક્ષા છે. ફિલ્મનું ડિરેક્શન વિવેક સોનીએ કર્યું છે, જેમણે અગાઉ ‘મીનાક્ષી સુંદરેશ્વર’ (૨૦૨૧) અને ‘આપ જેસા કોઈ’ (૨૦૨૫) જેવી ફિલ્મો બનાવી છે. ફિલ્મના નિર્માતાઓમાં હિરૂ યશ જોહર, કરણ જોહર, અદાર પૂનાવાલા, અપૂર્વ મહેતા, સોમેન મિશ્રા અને મેરાઈક ડી’સૂઝાનો સમાવેશ થાય છે. આ ફિલ્મ માટે ૨૨ મેના રોજ, સાંજે ૫ઃ૦૦ વાગ્યા પહેલાંના તમામ શોઝ માટે ટિકિટ ફક્ત ૧૪૯ રૂપિયામાં ઉપલબ્ધ રહેશે. સાંજે ૫ઃ૦૦ વાગ્યા પછી ટિકિટનો ભાવ ૧૯૯ રૂપિયા રહેશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.