Western Times News

Gujarati News

શેખર સુમને યુવાનોને કન્ટેન્ટ વેચવા માટે ગાળો ન આપવા સલાહ આપી

ગાળો આપવી કૂલ છે. કદાચ તેમના માટે એ મજા, કંઈક નવું અને બળવાખોર પ્રકારની વાત હશે

ગાળના આધારે આગળ વધવાની કોશિશ ન કરો ઃ શેખર સુમન

મુંબઈ,શેખર સુમન મુંબઈમાં પોતાના ટોક શો ‘શેખર ટોનાઇટ’ના લોન્ચ પ્રસંગે હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં તેનો પુત્ર અને શોનો ક્રિએટર અધ્યયન સુમન તથા પ્રોડ્યુસર ધર્મેશ સંગાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. શેખરના ટીવી શોઝ હંમેશાં યાદગાર રહ્યા છે અને તેમણે તેના વિશે વાત કરી. સાથે જ આજકાલના યુવાનો કન્ટેન્ટ વેચવા અને હાસ્ય ઊભું કરવા માટે ગાળોનો સહારો લેતા હોવાના ટ્રેન્ડ પર પણ ખુલીને પોતાની વાત મુકી હતી.તેમણે કહ્યું, “અગાઉ આપણે ગાળો વગર પણ જીવન જીવી રહ્યા હતા. સારી અને સાફ-સુથરી ફિલ્મો અને શોઝ બનતા હતા.

આજની પેઢી, જેને જેન ઝી પણ કહેવામાં આવે છે, ખૂબ સારું કામ કરી રહી છે. પરંતુ તેમને લાગે છે કે ગાળો આપવી ફરજિયાત છે. તેમને લાગે છે કે ગાળો આપવી કૂલ છે. કદાચ તેમના માટે એ મજા, કંઈક નવું અને બળવાખોર પ્રકારની વાત હશે.”શેખરે આગળ કહ્યું, “પણ હું તેમને કહેવા માગું છું કે ગાળો વગર પણ તેમનું કન્ટેન્ટ ખૂબ સારું છે. તો તેઓ ગાળોની બૈસાખીઓ પર ચાલવાની કોશિશ ન કરે. તેમણે આપણી સંસ્કૃતિની મર્યાદાઓ પાર કરવાની કોશિશ ન કરવી જોઈએ. ઉપરાંત, જ્યારે તેઓ ગાળો આપે છે ત્યારે પ્રેક્ષકો પણ તેમને સપોર્ટ કરે છે.

જ્યારે તેઓ ઈમાનદારીથી વાત કરશે અને સ્વચ્છ ભાષાનો ઉપયોગ કરશે, ત્યારે તેમને પોતાના દિલમાં હળવાશ અને સંતોષ અનુભવાશે.”નિતિન ગડકરી તેમના શોમાં મહેમાન તરીકે જોવા મળશે. તેમણે સંકેત આપ્યો કે તેઓ એક ઓટો રિક્ષા ડ્રાઇવરને પણ મહેમાન તરીકે આમંત્રિત કરી શકે છે. ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.