Western Times News

Gujarati News

રામાયણઃ વિશ્વભરનાં ૧૦ હજાર એક્સપર્ટ ક્રૂ સાથે કામ કરી રહેલી પહેલી ભારતીય ફિલ્મ

આ સ્કેલ ભારતીય સિનેમામાં અત્યાર સુધી બહુ ઓછો જોવા મળ્યો છે

ફિલ્મ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના ટેન્કિશિયન અને સ્પેશિયલિસ્ટ્‌સને પણ જોડવામાં આવ્યા છે જેથી ફિલ્મ વૈશ્વિક સિનેમાના ધોરણો સુધી પહોંચી શકે

મુંબઈ,રામાયણ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી ચર્ચિત ફિલ્મ પ્રોજેક્ટ્‌સમાંથી એક બની રહી છે. નમિત મલ્હાત્રા દ્વારા નિર્મિત અને નિતેશ તિવારી દિગ્દર્શિત આ ભવ્ય માઇથોલોજિકલ ફિલ્મને અત્યંત વિશાળ સ્તરે તૈયાર કરવામાં આવી રહી છે, આવો સ્કેલ ભારતીય સિનેમામાં અત્યાર સુધી બહુ ઓછો જોવા મળ્યો છે.પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ, ડીએનઇજી અને મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સના સહયોગથી બની રહેલી આ ફિલ્મને બે ભાગમાં વૈશ્વિક સિનેમેટિક ઇવેન્ટ તરીકે રજૂ કરવાનું આયોજન છે.

ફિલ્મનો હેતુ ભારતીય વાર્તા પરંપરાને આંતરરાષ્ટ્રીય સ્તરની ટેન્કોલોજી અને વિઝ્યુઅલ સ્પેક્ટેકલ સાથે જોડવાનો છે.મેકર્સના જણાવ્યા અનુસાર, ફિલ્મ સાથે વિશ્વભરના ૧૦,૦૦૦થી વધુ ક્‰ સભ્યો જોડાયા છે, જેના કારણે આ ભારતીય ફિલ્મ ઇતિહાસની સૌથી મોટું  ક્રૂ ધરાવતી ફિલ્મ બની ગઈ છે. આ વિશાળ ટીમમાં પ્રોડક્શન ડિઝાઇન, વિઝ્યુઅલ ઇફેક્ટ્‌સ, એક્શન કોરિયોગ્રાફી, કોસ્ટ્યુમ ડિપાર્ટમેન્ટ અને અનેક ટેન્કિકલ વિભાગોના નિષ્ણાતો સામેલ છે, જે ફિલ્મના વિશાળ વિશ્વને જીવંત બનાવવામાં કાર્યરત છે.ફિલ્મ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના ટેન્કિશિયન અને સ્પેશિયલિસ્ટ્‌સને પણ જોડવામાં આવ્યા છે જેથી ફિલ્મ વૈશ્વિક સિનેમાના ધોરણો સુધી પહોંચી શકે.

વિશાળ સેટ નિર્માણથી લઈને અદ્યતન વિઝ્યુઅલ ઇફેક્ટ્‌સ અને વર્લ્ડ-બિલ્ડિંગ સુધી, સમગ્ર પ્રોડક્શનને એક ઐતિહાસિક સિનેમેટિક અનુભવ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે.ભારતીય સિનેમાએ અગાઉ પણ પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પર ભવ્ય ફિલ્મો આપી છે, પરંતુ રામાયણને એવી ફિલ્મ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે જે આધુનિક દર્શકો માટે પૌરાણિક કથાઓને રજુ કરવાની રીતને નવી ઓળખ આપી શકે.ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ ઓસ્કાર વિજેતા વીએફએક્સ કંપની ડીએનઇજી સાથેનો સહયોગ છે.

આ કંપનીએ અગાઉ અનેક આંતરરાષ્ટ્રીય પ્રશંસિત પ્રોજેક્ટ્‌સ પર કામ કર્યું છે અને હવે રામાયણને વૈશ્વિક સ્તરની વિઝ્યુઅલ ક્વોલિટી આપવા મહત્વની ભૂમિકા ભજવશે.ફિલ્મને વિશ્વભરમાં આઇમેક્સ ફોર્મેટમાં રિલીઝ કરવાનું પણ આયોજન છે, જે મેકર્સના આંતરરાષ્ટ્રીય સ્તરના વિઝનને વધુ મજબૂત બનાવે છે. કાસ્ટિંગ, વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ અને સ્ટોરીટેલિંગ અંગે દર્શકોમાં પહેલેથી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, પરંતુ ફિલ્મનું ભવ્ય પ્રોડક્શન સ્કેલ જ ચર્ચાનો વિષય બની ગયો છે. નમિત મલ્હાત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ, આઠ વખત ઓસ્કાર વિજેતા ડીએનઇજી અને યશની મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ દ્વારા નિર્મિત રામાયણ બે ભાગમાં વિશ્વભરમાં રિલીઝ થશે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી ૨૦૨૬માં જ્યારે બીજો ભાગ દિવાળી ૨૦૨૭માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.