વીર પહાડિયા બેનામ ફિલ્મમાં એન્ટી હિરો તરીકે દેખાશે
આ ફિલ્મમાં મહેશ ભટ્ટના ક્રિએટિવ ઈનપૂટસ હશે
વીર પહાડિયા અગાઉ ‘સ્કાય ફોર્સ’ ફિલ્મમાં દેખાયો હતો. આ ફિલ્મ ૧૫૦ કરોડનાં બજેટમાં બની હતી
મુંબઈ,વીર પહાડિયાને ‘બેનામ‘ ટાઈટલ ધરાવતી વધુ એક ફિલ્મ મળી છે. આ ફિલ્મમાં તે એન્ટી હિરોનો રોલ ભજવી રહ્યો હોવાનું કહેવાય છે. આ ફિલ્મ સાથે પ્રેઝન્ટર તરીકે મહેશ ભટ્ટ પણ જોડાયા છે. તેઓ પોતાના ક્રિએટિવ ઈનપૂટ્સ આપવાના છે. જોકે, ફિલ્મના અન્ય કલાકારો વિશે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી. વીર પહાડિયા અગાઉ ‘સ્કાય ફોર્સ’ ફિલ્મમાં દેખાયો હતો. આ ફિલ્મ ૧૫૦ કરોડનાં બજેટમાં બની હતી. જોકે, ફિલ્મ તેનાં બજેટ જેટલું પણ કમાઈ શકી ન હતી. પરંતુ, બોલિવુડ વર્તુળોમાં સંબંધોના કારણે વીરને નવી ફિલ્મ મળી છે. વીર પહાડિયા અગાઉ તારા સુતરિયાને ડેટ કરતો હતો. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ss1
