Western Times News

Gujarati News

અમદાવાદથી વડોદરા સુધી ટ્રેન, વડોદરાથી હાલોલ સુધી એસ.ટી. બસમાં મુસાફરી કરી રાજ્યપાલે

રાજ્યપાલશ્રી સાઇકલ ચલાવી યુનિવર્સિટીના કાર્યક્રમમાં પહોંચ્યા –જ્યા સુધી ઇંધણનું સંકટ સમાપ્ત ન થાયત્યાં સુધી ગુજરાતમા કોઇ પણ હવાઇયાત્રા કરીશ નહીં-રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

ગાંધીનગર,    પંચમહાલ જિલ્લાના બે દિવસીય પ્રવાસ અર્થે હાલોલ પહોંચવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ આજે અમદાવાદ રેલવે સ્ટેશનથી વડોદરા સુધી ટ્રેન તથા વડોદરાથી હાલોલ સુધી એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી. ત્યારબાદ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં સાઇકલ ચલાવીને પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે

ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમારયુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડિયા તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કેજ્યાં સુધી દેશમાં પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીને બદલે ટ્રેનએસ.ટી. બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો મેં નિર્ણય લીધો છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કેરાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાની યુનિવર્સિટીમાં સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ ‘કમ્બશન એન્જિન મુક્ત’ દિવસ તરીકે ઉજવે. તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે સાયકલઇલેક્ટ્રિક વાહન અથવા જાહેર પરિવહનને પ્રાથમિકતા આપે. જે અન્વયે આજે હું બસ સ્ટોપથી સાયકલ ચલાવીને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં પહોંચ્યો છું.

રાજ્યપાલશ્રીએ નાગરિકોને પણ જાહેર પરિવહન સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ પ્રધાનમંત્રીશ્રીના ઇંધણ બચતના આહવાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.