Western Times News

Gujarati News

ધર્મા પ્રોડક્શન અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજરાતી ફિલ્મ બનાવશે

‘જિંદગી વન્સ મોર’ ફિલ્મથી ધર્મા પ્રોડક્શન ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે

ફિલ્મમાં સિદ્ધાર્થ ઉપરાંત, ‘જિંદગી વન્સ મોર’માં આરતી પટેલ, દીપ ધોળકિયા, જાહ્નવી ઢાકન અને અન્ય કલાકારો પણ હશે

મુંબઈ, કરણ જોહરનું પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સ હિન્દી ફિલ્મો પછી સાઉથની ફિલ્મ પ્રોડ્યુસ કરતું હતું, હવે તે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ એન્ટ્રી કરશે. તેણે મરાઠી અને પંજાબી ફિલ્મો પણ પ્રોડ્યુસ અને રિલીઝ કરી છે, અને હવે તેણે ગુજરાતી સિનેમા તરફ નજર કરી છે. એવી ચર્ચા છે કે ધર્મા પ્રોડક્શન્સ આવનારી ગુજરાતી ફિલ્મ ‘જિંદગી વન્સ મોર’ને પ્રસ્તુત કરશે.ગુજરાત આધારિત એક એક્ઝિબિટરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “જિંદગી વન્સ મોર પિતા અને પુત્રની ભાવનાત્મક અને દિલને સ્પર્શે એવી વાર્તા છે. ઉપરાંત, તેમાં સિદ્ધાર્થ રાંદેરિયા છે, જે ગુજરાતી સિનેમા અને થિયેટરના સુપરસ્ટાર છે.

કહેવાય છે કે ધર્માની ટીમને ફિલ્મ ખૂબ ગમી અને તેમણે પ્રેઝેન્ટર તરીકે જોડાવાનો નિર્ણય કર્યાે.”એક ટ્રેડ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, “ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે અને પોતાની ગુણવત્તાસભર ફિલ્મોથી દર્શકોને પ્રભાવિત કરી રહી છે. ગયા વર્ષે, લાલો – કૃષ્ણ સદા સહાયતે ૧૦૦ કરોડ ગ્રોસર તરીકે ઉભરી આવી, જેના કારણે ઇન્ડસ્ટ્રી પર વધુ પ્રકાશ પડ્યો. તાજેતરમાં જ, સાજિદ નડિયાદવાલા લોકપ્રિય ધબકારો સાથે પ્રેઝેન્ટર અને પ્રોડ્યુસર તરીકે જોડાયા. હવે, ધર્મા પ્રોડક્શન્સના પ્રવેશના સમાચાર સાબિત કરે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઝડપી ગતિએ આગળ વધી રહી છે.”

સિદ્ધાર્થ રાંદેરિયાએ કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં સત્યપ્રેમ કી કથાનો સમાવેશ થાય છે, જેમાં તેમણે કિયારા અડવાણીના પિતાની ભૂમિકા ભજવી હતી. તેઓ ચાલ જીવી લઈએના મુખ્ય અભિનેતા હતા, જે અત્યાર સુધીની સૌથી લાંબા સમય સુધી ચાલેલી ગુજરાતી ફિલ્મ છે.સિદ્ધાર્થ ઉપરાંત, ‘જિંદગી વન્સ મોર’માં આરતી પટેલ, દીપ ધોળકિયા, જાહ્નવી ઢાકન અને અન્ય કલાકારો પણ છે. તેનું ડિરેક્શન જયમિન દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ વસુ ધોળકિયાએ કર્યું છે. સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ, ફિલ્મ ૧૯ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની અપેક્ષા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.