Western Times News

Gujarati News

મારા પિતાએ કૅરિઅરની શરૂઆતમાં જ મારી સાથે “રિવર્સ નેપોટિઝમ” કર્યું હતું

સીસ્ટમ ૨૨ મેના રોજ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે

ફિલ્મનું ડિરેક્શન અશ્વિની અય્યર તિવારીએ કર્યું છે.

ફિલ્મમાં જ્યોતિકા અને આશુતોષ ગોવારિકર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે

મુંબઈ, સોનાક્ષી સિંહાએ તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ સીસ્ટમ વિશે વાત કરતાં ખુલાસો કર્યાે કે તેનાં પિતા શત્›Îન સિંહાએ તેની કૅરિયરની શરૂઆતમાં જ તેને “રિવર્સ નેપોટિઝમ” જેવી ટ્રીટમેન્ટ આપી હતી.એક ઇન્ટરવ્યુ દરમિયાન સોનાક્ષીએ કહ્યું કે તેનાં પિતાએ હંમેશા તેને પોતાની મહેનતથી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું. તેણે જણાવ્યું, “મારા પપ્પા હંમેશા કહેતા કે ‘તારે પોતાની જાતને સાબિત કરવી પડશે’. તેઓ પોતે પણ એવી જ રીતે આગળ વધ્યા હતા. તમે કોણ છો એ મહત્વનું નથી, તમે શું કામ કરો છો અને કેવી રીતે પોતાને સાબિત કરો છો એ મહત્વનું છે.”

સીસ્ટમમાં સોનાક્ષી “નેહા રાજવંશ” નામની પબ્લિક પ્રોસિક્યુટરનું પાત્ર ભજવે છે. ફિલ્મમાં નેહાના પિતા દેશના જાણીતા ડિફેન્સ લોયર છે, પરંતુ તેઓ પોતાની દીકરીને પરિવારના વ્યવસાયમાં જોડતા પહેલાં પોતાનું નામ બનાવવાનું કહે છે. ફિલ્મમાં એક સંવાદ છે — “આ કેવું રિવર્સ નેપોટિઝમ છે?” — જેને લઈને સોનાક્ષીએ કહ્યું કે આ વાત તેનાં પોતાનાં જીવન સાથે પણ ઘણી જોડાયેલી લાગે છે.આ ફિલ્મનું ડિરેક્શન અશ્વિની અય્યર તિવારીએ કર્યું છે. ફિલ્મમાં જ્યોતિકા અને આશુતોષ ગોવારિકર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. સોનાક્ષીએ વધુમાં કહ્યું કે તેનાં પાત્રની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણ નથી, પરંતુ ખૂબ માનવીય છે. “તે ભૂલો કરે છે, પોતાની લડાઈઓ લડે છે અને પોતાને સાબિત કરવાની કોશિશ કરે છે. આ બાબતો ઘણી મહિલાઓને પોતાનાં જેવી લાગશે.” એમ તેમણે જણાવ્યું. સીસ્ટમ ૨૨ મેના રોજ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.