Western Times News

Gujarati News

સમય રૈનાના ઇન્ડિયાઝ ગોટ લેટન્ટના સેટ પરથી તસવીરો વાયરલ થઈ

૨૦૨૪માં લોન્ચ થયા બાદ આ શોએ ઓનલાઇન માધ્યમોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી, તેથી તેની બીજી સીઝન અંગે ઘણી ઉત્સુકતા છે

આલિયા-શર્વરીની કોમેડી શોની તસવીરો વાયરલ થઈ

મુંબઈ, આલિયા ભટ્ટ, શર્વરી વાઘ અને કોમેડિયન સમય રૈના સાથેનો એક વાયરલ ફોટો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે, જેના કારણે ઇન્ડિયાઝ ગોટ લેટન્ટની વાપસી અંગે અટકળો તેજ થઈ ગઈ છે.આ અંગેના અહેવાલ મુજબ, આ તસવીરો મુંબઈના ધ હેબિટાટ ખાતે લેવામાં આવી હતી. આ તસવીરોને જોઈને ચાહકો માનવા લાગ્યા છે કે આલિયા અને શર્વરી તેમની આવનારી સ્પાય-યુનિવર્સ ફિલ્મ આલ્ફાના પ્રમોશન માટે શોમાં જોવા મળી શકે છે.

હાલ સુધી મેકર્સ અથવા કલાકારો તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, છતાં વાયરલ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘણા ચાહકો આલિયા અને શર્વરીને સમય રૈનાના લોકપ્રિય ડિજિટલ ટેલેન્ટ-રોસ્ટ ફોર્મેટમાં જોવા માટે ઉત્સાહિત દેખાયા હતા, ૨૦૨૪માં લોન્ચ થયા બાદ આ શોએ ઓનલાઇન માધ્યમોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી, તેથી તેની બીજી સીઝન અંગે ઘણી ઉત્સુકતા છે.

સમય રૈના દ્વારા બનાવાયેલ ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ તેની અનફિલ્ટર્ડ હ્યુમર, અનિશ્ચિત ફોર્મેટ અને વાયરલ ગેસ્ટ ઇન્ટરૅક્શન્સને કારણે દેશના સૌથી ચર્ચિત ડિજિટલ શોમાંથી એક બની ગયો હતો. જોકે, કેટલાક સેગમેન્ટ્‌સને લઈને શો વિવાદોમાં પણ સપડાયો હતો, જેના કારણે તેને થોડા સમય માટે બંધ કરવો પડ્યો હતો અને કાનૂની તપાસનો સામનો કરવો પડ્યો હતો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.