Western Times News

Gujarati News

‘રાજા શિવાજી’ સૌથી વધુ કમાણી કરનાર મરાઠી ફિલ્મ બની

વર્લ્ડવાઇડ કલેક્શન કુલ ૧૧૪.૮૦ કરોડ થયું

૦૧૬માં ‘સૈરાટ’એ ૧૦૦ કરોડનો આંક પાર કરનારી પ્રથમ મરાઠી ફિલ્મ બની ઇતિહાસ રચ્યો હતો

મુંબઈ,૨૦૧૬માં ‘સૈરાટ’એ ૧૦૦ કરોડનો આંક પાર કરનારી પ્રથમ મરાઠી ફિલ્મ બની ઇતિહાસ રચ્યો હતો. લગભગ દાયકાભર સુધી કોઈ પણ મરાઠી ફિલ્મ આ રેકોર્ડ તોડી શકી નહોતી. હવે રિતેશ દેશમુખની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘રાજા શિવાજી’એ આ સિદ્ધિ મેળવી છે અને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર મરાઠી ફિલ્મ તરીકે ઉભરી આવી છે. ફિલ્મે રિલીઝ પછીથી બોક્સ ઓફિસ પર મજબુત અને સતત પ્રદર્શન કર્યું છે. ‘રાજા શિવાજી’એ શાનદાર ઓપનિંગ મેળવી અને પ્રથમ વીકએન્ડમાં જ ૩૦ કરોડથી વધુ કમાણી કરી હતી.

ત્યારબાદ પણ ફિલ્મની સફળ દોડ ચાલુ રહી અને પ્રથમ અઠવાડિયાના અંતે ૫૭.૭૦ કરોડ તથા બીજા અઠવાડિયાના અંતે ૮૪ કરોડ નેટ સુધી પહોંચી ગઈ હતી. ત્રીજા અઠવાડિયામાં પણ ફિલ્મે થિએટર્સમાં મજબૂત પકડ જાળવી રાખી છે. તાજેતરના બોક્સ ઓફિસના આંકડા મુજબ, ‘રાજા શિવાજી’એ ત્રીજા શુક્રવારે ૧.૭૦ કરોડ, ત્રીજા શનિવારે ૨.૯૦ કરોડ અને ત્રીજા રવિવારે ૩.૮૦ કરોડની કમાણી કરી. આ સાથે ફિલ્મનું ઇન્ડિયામાં કુલ કલેક્શન ૧૦૯.૯૦ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે ઇન્ડિયામાં કલેક્શન ૯૩ કરોડ છે.

ફિલ્મે વિદેશમાં પણ ૪.૯૦ કરોડની કમાણી કરી છે, જેના કારણે તેનું વર્લ્ડવાઇડ કલેક્શન કુલ ૧૧૪.૮૦ કરોડ થયું છે.આ સિદ્ધિ સાથે ‘રાજા શિવાજી’એ સત્તાવાર રીતે ‘સૈરાટ’ના ૧૧૦ કરોડની કમાણના લાઇફટાઇમ વર્લ્ડવાઇડ કલેક્શનને પાછળ છોડી દીધું છે. આ માઇલસ્ટોન શેર કરતાં જિયો સ્ટુડિયોએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “હિંદવી સ્વરાજ્યની ગૌરવગાથાએ દરેક હૃદયમાં ગર્વ જગાવ્યું છે!”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.