Western Times News

Gujarati News

‘હીર સારા ઔર પોંડિચેરી’ ફિલ્મમાં બે છોકરીઓનાં બાઇક પ્રવાસની રોમાંચક વાર્તા

હીરમાં એક પ્રકારની બેફિકરી છે

કાર્તિક ચૌધરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બે મહિલાઓની વાર્તા કહે છે, જે પોંડિચેરી સુધીની બાઈક યાત્રા પર નીકળે છે

મુંબઈ,માનવી ગગરૂ ‘ફોર મોર શોટ્‌સ પ્લીઝ!’ અને ટ્રિપલિંગ જેવા શોમાં પોતાની યાદગાર ભૂમિકાઓ માટે જાણીતી છે, હવે પાત્રલેખા સાથે ‘હીર સારા ઔર પોંડિચેરી’માં જોવા મળશે, જે ૨૯ મેના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. કાર્તિક ચૌધરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બે મહિલાઓની વાર્તા કહે છે, જે પોંડિચેરી સુધીની બાઈક યાત્રા પર નીકળે છે અને આ સફર તેમને સ્વતંત્રતા, પોતાની જાતને ફરી શોધવાની અને પોતાની જાત માટે ફરી ઉર્જા મેળવવા તરફ લઈ જાય છે.

ફિલ્મમાં તેને કઈ બબાતે આકર્ષી તે વિશે વાત કરતાં માનવીએ કહ્યું, “જ્યારે મેં પહેલી વાર સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે તે એક હળવી અને સરળ પુસ્તક જેવી લાગી. ડાયલોગ્સ રમૂજી અને ભાવુક પણ હતા. આ એક સરળ વાર્તા હતી, પરંતુ તેમાં એવી પળો હતી જે દિલને સ્પર્શી જાય અને એ જ વાત મને તેની તરફ ખેંચી ગઈ.”તેનાં પાત્ર ‘હીર’ વિશે વાત કરતાં માનવીએ તેને નિર્ભય, સ્વાભાવિક અને પોતાને લઈને નિઃશંક વ્યક્તિ તરીકે વર્ણવી. માનવી જણાવે છે, “હીરમાં એક પ્રકારની બેફિકરી છે. તેને ખબર છે કે તેને શું જોઈએ છે અને તે તેને મેળવવામાં ડરતી નથી, ભલે પરિણામ ગમે તે હોય.

તે જિદ્દી છે, ખુશમિજાજ છે અને દુનિયાને પોતાની ગુલાબી નજરથી જુએ છે. હીર એવી વ્યક્તિ નથી જે દરેક બાબત ઊંડાણથી વિચારે, છતાં તેને એટલી સમજ છે કે શું તેના માટે સારું છે અને શું નથી. તે આત્મવિશ્વાસથી ભરપુર છે અને પોતાની ઓળખ સાથે સહજ છે, એ જ વાત મને તેમાં સૌથી વધુ ગમે છે.” પાત્રલેખા સાથે સ્ક્રીન શેર કરવાની વાત કરતાં માનવીએ જણાવ્યું કે તેની ઓફ-સ્ક્રીન મિત્રતા સમય સાથે સ્વાભાવિક રીતે વિકસતી ગઈ. “ખરેખર, તેમની વચ્ચેના સંબંધમાં એક સફર છે. તેઓ શરૂઆતથી મિત્રો નથી, પરંતુ મુસાફરી દરમિયાન તેમનો સંબંધ વિકસે છે. અમારું પણ કંઈક આવું જ થયું. અમે એકબીજાને સામાજિક રીતે ઓળખતા હતા અને કામ કરતી વખતે એક સુંદર મિત્રતા થઈ ગઈ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.