Western Times News

Gujarati News

મૌની રોય કાન ૨૦૨૬માં સ્લીક નોઇર ગ્લેમ લૂકમાં જોવા મળી

ડિવોર્સની ચર્ચાઓ વચ્ચે સાદત હસન મંટોની સાહિત્યિક કૃતિઓ પરથી આધારિત આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ૨૦ મેના રોજ માર્શે દુ ફિલ્મમાં થવાનું છે

મુંબઈ, મૌની રોયે ફરી એકવાર ફ્રેન્ચ રિવેરાને પોતાના પર્સનલ રનવેમાં ફેરવી દીધો હતો. સ્ટ્રાઈકિંગ બ્લેક હોલ્ટર-નેક બોડીકોન સિલ્વેટ સાથે શિયર સ્ટોકિંગ્સ, પોઇન્ટેડ બૂટ્‌સ અને ખભા પરથી સરકતો ઓવરસાઇઝ્ડ કોટ પહેરી મૌનીએ એવો લૂક આપ્યો કે જેમાં રિવેરા નોઇર અને મોડર્ન ફેમ ફેટાલ બંનેનો અહેસાસ થયો. કાનના દરિયાકિનારા પાસે મૌનીએ અન્ડરસ્ટેટેડ ડ્રામાનો અદ્ભુત અંદાજ રજૂ કર્યાે અને ફરી સાબિત કર્યું કે કન્ટ્રોલ્ડ ગ્લેમરનું મહત્વ તે બીજા ઘણાં લોકો કરતાં વધુ સારી રીતે સમજે છે.

તેના સ્લીક બેક બન, મિનિમલ એક્સેસરીઝ અને મોનોક્રોમ પેલેટે આઉટફિટની શાર્પ ટેલરિંગ અને સલ્ટ્રી સ્ટ્રક્ચરે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે ફ્રેન્ચ રિવેરામાં મૌનીનો આ પહેલો દિવસ હતો અને હજુ તે વધુ ગ્લેમરસ લૂક્સમાં જોવા મફ્રશે. એક તરફ ડિવોર્સની ચર્ચા અને સોશિયલ મીડિયો પોસ્ટ વચ્ચે મૌનીના આ લૂક અને એટીટ્યુડને સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા મળી હતી.

મૌની હવે રાહત શાહ કાઝમીની ફિલ્મ બોમ્બે સ્ટોરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરવા તૈયાર છે. સાદત હસન મંટોની સાહિત્યિક કૃતિઓ પરથી આધારિત આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ૨૦ મેના રોજ માર્શે દુ ફિલ્મમાં થવાનું છે. ઇન્ડો-અમેરિકન કો-પ્રોડક્શન આ ફિલ્મમાં મૌની “શરીફન”નું પાત્ર ભજવી રહી છે — એવી સ્ત્રી જે બોમ્બેના અંધકારમય ગલીઓમાં જીવતી હોવા છતાં પોતાની સાચી ઓળખ મેળવવાની ઇચ્છા રાખે છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ ૧૯ મેના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ઇન્ડિયન પેવેલિયનમાં લોન્ચ થવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.