જોની લીવરની ફિલ્મમાં શાહરૂખ સહિતના કલાકારોનો કાફલો
ફિલ્મમાં જોની લીવરની મુખ્ય ભૂમિકા હશે
દિગ્દર્શક ફહાદ સામજીએ ફિલ્મને વધુ રસપ્રદ બનાવવા માટે કેટલાક કલાકારોનો કેમિયો માટે સંપર્ક કર્યાે હતો
મુંબઈ, જોની લીવરની મુખ્ય ભૂમિકા ધરાવતી એક કોમેડી ફિલ્મમાં શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર સહિત કેટલાક જાણીતા કલાકારો કેમિયો કરવાના છે. આ ફિલ્મમાં મનોજ પાહવાની પણ મહત્વની ભૂમિકા હશે. જોની લીવરની પત્નીના રોલમાં શિલ્પા શિરોડકરને પસંદ કરાઈ છે. દિગ્દર્શક ફહાદ સામજીએ ફિલ્મને વધુ રસપ્રદ બનાવવા માટે કેટલાક કલાકારોનો કેમિયો માટે સંપર્ક કર્યાે હતો. તેમાંથી મોટાભાગના કલાકારોએ જોનીના સન્માન રુપે સંમતિ દર્શાવી હતી.ss1
