Western Times News

Gujarati News

ભાજપના સામાન્ય કાર્યકરના પત્નિ બન્યા વડોદરાના મેયર

ગોડફાધરોના ઈશારે સ્વપ્નો જોનારાને કોરાણે મૂકી સામાન્ય પરિવારની કાર્યકર બની વડોદરાની મેયર-શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આદિત્ય પટેલ બન્યા ડે.મેયર

વડોદરા, વડોદરામાં ગોડફાધરોના ઈશારે મેયરના સ્વપ્ના જોનારાઓનો છેદ ઉડાડી દઈને સામાન્ય ઘરની ભાજપાની કાર્યકર ગીતાબેન મકવાણાને વડોદરાના પ્રથમ નાગરીક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આદિત્ય પટેલને ડે. મેયર તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે મહિલા અગ્રણી વર્ષાબેન વ્યાસના નામ પર મહોર મરાઈ છે. શાસક પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછી તથા દંડક તરીકે પૂર્વ કાઉÂન્સલર વિજય ચૌહાણને જવાબદારી આપવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત સભા હોલમાં મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મેયર પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ગીતાબેન મકવાણા વડોદરાના નવા મેયર તરીકે ચૂંટાયા હતા.

તેમને તુરંત જ પોતાનું સ્થાન ગ્રહણ કરી આગળની કાર્યવાહી સંભાળી હતી અને ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી આ સાથે જ શાસક પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછી અને દંડક તરીકે વિજય ચૌહાણના નામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.

મુખ્ય હોદ્દાઓની વરણી સંપન્ન થયા બાદ નવા ચૂંટાયેલા મેયર દ્વારા મહાનગરપાલિકાની સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિના બાર સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ મળેલી સ્થાયી સમિતિની પ્રથમ બેઠકમાં પૂર્વ કાઉÂન્સલર એવા વર્ષાબેન વ્યાસની સ્થાયી સમિતિના નવા ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરાઈ હતી.

વડોદરા મહાનગરપાલિકામાં આ વખતે અનુસૂચિત જાતિના મેયરની નિમણૂક કરવાનો નિયમ હતો. બીજી તરફ ત્રણેય પુરૂષ વિજેતા ઉમેદવારોના ગોડફાધરોએ પોતાના મુરતીયાઓને મેયર બનાવવા માટે ધમપછાડા કરી મૂકયા હતા.

જેમાં ત્રણ ઉમેદવાર ઓછું ભણેલા હોવાથી વડોદરાના બકરાવાડી વિસ્તારમાં રહેતા ભાજપના સામાન્ય કાર્યકર ઉમેશ મકવાણાના પત્નિ તથા શિક્ષિત એવા ગીતાબેન મકવાણાની મેયર તરીકે પસંદગી કરવામાં આવી હતી.

તેઓ છેલ્લા દાયકાથી બુથ પ્રમુખ તરીકે કાર્યરત હતા તેમાં છેલ્લા એકાદ વર્ષથી તેમને સંગઠનમાં મોરચામાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા ગીતાબેન મકવાણાના પતિ ઉમેશ મકવાણા તેમના ઘર પાસે જ નાનકડી દુકાન ચલાવીને પરિવારનું જીવન ગુજારી રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.