વહુએ વૃદ્ધ સાસુની વર્ષો જૂની મનોકામના પૂરી કરવા માટે અનોખું પગલું ભર્યું
મથુરા, વૃંદાવનની ૮૪ કોસી પરિક્રમા હંમેશાથી ચર્ચામાં રહી છે. આ વખતે સાસુ-વહુની એક અનોખી જોડીએ લોકોના દિલ જીતી લીધા. એક વહુએ પોતાની વૃદ્ધ સાસુની વર્ષો જૂની મનોકામના પૂરી કરવા માટે અનોખું પગલું ભર્યું. સાસુ ચાલવામાં સક્ષમ નહોતા.
આવા સમયે વહુએ દિમાગ લગાવ્યું અને સાસુને ટબમાં બેસાડી તેમને માથા પર ઉપાડી વ્રજ વિસ્તારની ૮૪ કોસી પરિક્રમા કરાવી. વૃદ્ધાવસ્થા અને શારીરિક નબળાઈના કારણે સાસુ ચાલી શકતા નહોતા. પગપાળા ચાલીને ૮૪ કોસની પરિક્રમા કરવી તેમના માટે શક્ય નહોતી. તેમ છતાં તેમના મનમાં વ્રજ પરિક્રમા પૂરી કરવાની ઊંડી ઈચ્છા હતી.
મથુરા જિલ્લાના કોસી કલાંની રહેવાસી પ્રીતિ ચૌધરી પોતાની ૮૫ વર્ષિય સાસુ ચંદ્રો દેવીને એક ટબમાં બેસાડી ૮૪ કોસ પરિક્રમા કરાવવા નીકળી તો બધા જોતા રહ્યા. આ યુગમાં જ્યાં પારિવારિક વેલ્યૂ ઘટતી જાય છે, ત્યાં પ્રીતિ જેવી વહુએ તેને હાલમાં જ જાળવી રહી છે.
100साल की सास को करा रही बृज 84कोसी परिक्रमा ,समाजवादी पार्टी की सरकार ने अयोध्या में 84 कोसी परिक्रमा करने पर प्रतिबंध लगवा दिया था,समाजवादी पार्टी की सरकार में कोई सुविधा नही थी,रास्ते में विधर्मी अतिक्रमण#braj #vrindavan #braj84kosparikrama pic.twitter.com/Dpv9ymE8zq
— लेहरी लाल (@lehrilalswm_25) June 3, 2026
પ્રીતિએ સાસુની ઈચ્છાને પોતાનો સંકલ્પ બનાવ્યો. તેમને એક ટબમાં બેસાડી અને માથા પર ઉપાડી પરિક્રમા કરાવવાની શરુ કરી દીધી. આ અનોખી ક્ષણને જોઈ લોકો ભાવુક થઈ ગયા. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો વહુના સમર્પણ અને સંસ્કારોના ખૂબ વખાણ કરી રહ્યા છે.
કેટલાય કિમી લાંબી અને કપરી ગણાતી આ ૮૪ કોસ પરિક્રમાને એકલા પૂરી કરવી પણ સરળ નથી હોતી પણ પ્રીતિ માટે આ કંઈ સરળ કામ નહોતું. પણ તેમને હિમ્મત બતાવી. આ પરિક્રમા માટે શારીરિક મહેનત, ધીરજ અને સૌથી મોટી વાત અતૂટ આસ્થાની જરુર પડે છે.
આ વહુએ એ સાબિત કરી દીધું કે જો પરિવારમાં પ્રેમ અને સંસ્કાર હોય તો સંબંધો દિલથી નિભાવવામાં આવે છે. વૃદ્ધોની ઉપેક્ષા કરનારા માટે પ્રીતિ એક શાનદાર મિસાલ છે.
