Western Times News

Gujarati News

ડીલ તૂટશે તો હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી ડોલર વસૂલ કરશે અમેરિકા

હિઝબુલ્લાહ શરણાગતિ સ્વીકારે નહીં ત્યાં સુધી ઇઝરાયલી સેના પાછી પાની કરશે નહીં

લેબેનોન, મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસો વચ્ચે ઇઝરાયલે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી લેબેનોનનું આતંકી સંગઠન હિઝબુલ્લાહ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારીને હથિયાર હેઠા નહીં મૂકે, ત્યાં સુધી ઇઝરાયલી સેના પાછી પાની કરશે નહીં. ઇઝરાયલના વરિષ્ઠ મંત્રી બેઝલેલ સ્મોટ્રિચે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે અમેરિકા પણ ઇઝરાયલની રેડ લાઈન્સ (લક્ષ્મણ રેખા) ને સારી રીતે સમજે છે અને વોશિંગ્ટન (અમેરિકા) તરફથી સેના હટાવવાની કોઈ ઔપચારિક માંગ કરવામાં આવશે નહીં.

ઇઝરાયલી નેતા સ્મોટ્રિચે જણાવ્યું હતું કે, વર્તમાન સરહદી વ્યવસ્થા ઇઝરાયલની સુરક્ષા જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતી નથી અને દેશને “રક્ષણાત્મક રીતે સુરક્ષિત સરહદો” ની જરૂર છે.

આ માટે ઇઝરાયલ માત્ર કામચલાઉ સૈન્ય ચોકીઓ જ નહીં, પરંતુ સુરક્ષા ક્ષેત્રમાં કાયમી સૈન્ય માળખું અને મજબૂત બેઝ પણ વિકસિત કરી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “જ્યાં સુધી હિઝબુલ્લાહ હથિયાર નહીં છોડે, અમે એક મિલીમીટર પણ પાછા હટીશું નહીં.

બીજી તરફ, પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ અને તણાવ ઓછો કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને લાગુ કરવા માટે સ્વિટ્‌ઝરલેન્ડમાં એક અત્યંત મહત્વપૂર્ણ વાર્તા શરૂ થવા જઈ રહી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ હાઈ-લેવલ વાતચીતમાં ભાગ લેવા માટે સ્વિટ્‌ઝરલેન્ડ પહોંચી ગયા છે.

મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાનની સાથે અંતિમ શાંતિ સમજુતિ નિષ્ફળ રહે છે તો અમેરિકા સૌથી મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનાર વાણિÂજ્યક જહાજો પર ટોલ ટેક્સ લગાવી શકે છે. ટ્રમ્પે આ સંભવિત શુલ્કને મધ્યપૂર્વમાં અમેરિકી સેના દ્વારા આપવામાં આવતી સુરક્ષા સેવાઓની ચુકવણી ગણાવ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.