હાથીદાંત રાખવા બદલ કાનૂની માફી માગવા મલયાલમ સુપરસ્ટાર મોહનલાલના પ્રયાસો
મોહનલાલે વન ટાઈમ એમ્નેસ્ટીની સ્કિમ હેઠળ ફોર્મ ભર્યું
મોહનલાલે ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને પડકારી છે અને કેરળ હાઈકોર્ટમાં આપરાધિક કેસને રદ કરવાની માગણી કરી છે
મુંબઈ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલે સ્વીકાર્યું છે કે તેણે હાથીદાંત સહિતની વન્યજીવોને લગતી પ્રતિબંધિત ચીજો પોતાના સંગ્રહમાં રાખી છે. હવે મોહનલાલે વન ટાઈમ એમ્નેસ્ટીની સ્કિમ હેઠળ ફોર્મ ભર્યું છે. મોહનલાલનો ઈરાદો વન્યજીવો સાથે સંકળાયેલી પોતાની વસ્તુઓને કાનૂની રૂપે કાયદેસર બનાવવાનો અને કાનૂની સુરક્ષા હાંસલ કરવાનો છે. સ્કીમની પ્રક્રિયા હેઠળ હાલ તેના આવેદનની ચકાસણી થઈ રહી છે.
તપાસના હિસ્સા તરીકે વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ મોહનલાલના કોચી સ્થિત ઘરની મુલાકાત લીધી હતી અને તેની પાસે હાથીદાંતની વસ્તુઓના સ્રોત, તેને ક્યારે મેળવી તેમજ પહેલા તેની જાણકારી કેમ ન અપાઈ તેના વિશે પૂછપરછ કરી હતી. આ તપાસ કેરળ હાઈકોર્ટના ં તેના માલિકી હક્કના સર્ટિફિકેટ રદ કરવા અને હાથીદાંતની વસ્તુઓ પોતાની પાસે રાખવાની મંજૂરી દેનાર સરકારી આદેશને અમાન્ય કરવાના ચુકાદા બાદ થઈ છે.
કાનૂની વિવાદ હજી શમ્યો નથી. મોહનલાલે ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને પડકારી છે અને કેરળ હાઈકોર્ટમાં આપરાધિક કેસને રદ કરવાની માગણી કરી છે.SS1
