Western Times News

Gujarati News

મહિલા સિનેમેટોગ્રાફર્સ સંગઠને પ્રતીક શાહની માફી ફગાવી

અનેક યૌન દુર્વ્યવહારના આરોપો સામે કાર્યવાહી

નવા આરોપોને કારણ પ્રતીકે સૌરવ ગાંગુલીની બાયોપિક સહિતની કેટલીક ફિલ્મો ગુમાવવી પડી છે

મુંબઈ, ઈન્ડિયન વુમન સિનેમેટોગ્રાફર્સ કલેક્ટિવ (આઈડબ્લ્યુસીસી) એ અનેક યૌન દુર્વ્યવહારના આરોપો બાબતે ‘હોમબાઉન્ડ’ સહિતની ફિલ્મોના સિનેમેટોગ્રાફર પ્રતીક શાહની માફી ફગાવી દીધી છે અને તેને વાસ્તવિક પશ્ચાતાપની બદલે એક હેતુપૂર્વકની રણનીતિ ગણાવી છે. કલેક્ટિવે ફિલ્મ ઉદ્યોગને આગ્રહ કર્યાે છે કે પ્રતીક શાહના નિવેદનને ખરી માફીની બદલે વ્યાવસાયિક પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ તરીકે ગણાવું જોઈએ.

એક વિસ્તૃત નિવેદનમાં આઈડબ્લ્યુસીસીએ પ્રતીક શાહ પર મહિલા સહકર્મીઓની નગ્ન તસવીરો માગવી તથા ભાવનાત્મક શોષણ કરવા સહિતના ગંભીર પોતાની સામેના આરોપોને નબળા પાડવા માટે ચિકિત્સાના બહાના ઉપજાવવા તથા તેમજ ગોળગોળ ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. કલેક્ટિવની દલીલ છે કે તેની માફીમાં સામેલ મહિલાઓને થયેલી પીડાની અવગણના કરવામાં આવી છે અને તેની બદલે પોતાની દાવ પર લાગેલી પ્રતિષ્ઠા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

તેના ચિકિત્સા અને સંયમના દાવા પર પણ સવાલ ઉઠાવાયા છે અને તેને લોકોનું ધ્યાન ભટકાવવાની રણનીતિ ગણાવી છે. આઈડબ્લ્યુસીસીએ આરોપ લગાવ્યો છે કે શાહએ વર્ષાે પહેલા એક અન્ય ફરિયાદ પછી આવી જ રીતે માફી માગી હતી અને વ્યવહારને બદલ્યા વિના વારંવાર માફી માગવાની ચાલાકી કરી હતી. નવા આરોપોને કારણ પ્રતીકે સૌરવ ગાંગુલીની બાયોપિક સહિતની કેટલીક ફિલ્મો ગુમાવવી પડી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.