બોટલો પરથી બેચ નંબર કાઢી મહિલા વેચી રહી હતી કફ સીરપ
AI Image
આજવા રોડ પર નશાકારક કોડિન કફ સિરપ વેચતી મહિલા પકડાઇ
વડોદરા, આજવા રોડ દત્તનગરમાં નશાકારક કોડિન કફ સિરપનું વેચાણ કરતી મહિલાને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડી સિરપની ૯૪ બોટલ કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે, તમામ બોટલો પરથી બેચ નંબર કાઢી નાખવામાં આવ્યા હતા.
જેથી, સપ્લાયર સુધી પોલીસ પહોંચી ના શકે. એસ.ઓ.જી.ના સ્ટાફને માહિતી મળી હતી કે, આજવા રોડ દત્તનગરમાં રહેતી અમરતકૌર સતનામસિંગ સિકલીગર તેના મકાનમાં કોડીન કફ સિરપની બોટલો સંતાડીને વેચાણ કરે છે. જેથી,એ.એસ.આઇ. આસિફ ઇકબાલભાઇ તથા અન્ય સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા મહિલા મળી આવી હતી.
તેના મકાનમાં પોલીસે તપાસ કરતા સોફાની બાજુમાં દીવાલ પાસેથી એક થેલો મળી આવ્યો હતો.તેમાંથી ૧૦૦ એમ.એલ.ની શિડયુલ એચ – ૧ વાળી કોડિન કફ સિરપની ૯૪ બોટલ મળી આવી હતી. જે અંગે ખાત્રી કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીને સ્થળ પર બોલાવી ખાત્રી પણ કરવામાં આવી હતી. આ સ્થળે કોઇ પ્રકારનો પરવાનો ઇશ્યૂ કરવામાં આવ્યો નથી.
મહિલાએ તમામ બોટલો પર લખેલા બેચ નંબરની વિગતો ઘસીને કાઢી નખાઇ હતી. પોલીસે પૂછપરછ કરતા અમરતકૌરે જણાવ્યું હતું કે, આ બોટલોનો જથ્થો આજવારોડ પરના એક મેડિકલ સ્ટોરમાંથી કોઇપણ પ્રકારના પ્રિÂસ્ક્રપ્શન વગર લાવી છું. ૧૦૦ બોટલ લાવી હતી. તેમાંથી ૬ બોટલ ગ્રાહકોને વેચી દીધી છે.
