Western Times News

Gujarati News

EPF પર વ્યાજદર ઘટીને ૮.૫૦ ટકા થયોઃ પગારદાર વર્ગ નિરાશ

ઈપીએફ પર વ્યાજદરમાં અંતે ૧૫ બેઝિક પોઈન્ટનો કરાયેલ ઘટાડોઃ રિટર્ન ઓછા કરવાના હેતુસર નિર્ણયઃ મિટિંગ બાદ શ્રમમંત્રી ગંગવાર દ્વારા જાહેરાત
નવી દિલ્હી,  ઈપીએફ ઉપર પગારદાર વર્ગને આજે મોટો ફટકો પડ્યો હતો. વર્તમાન નાણાંકીય વર્ષ માટે પીએફ ડિપોઝિટ પર પહેલાની સરખામણીમાં હવે વ્યાજ ઓછો મળશે. ૨૦૨૦ માટે પીએફ ડિપોઝિટ પર વ્યાજદરને ૧૫ બેઝિક પોઈન્ટ ઘટાડીને ૮.૫ ટકા કરી દેવામાં આવ્યો છે. પીએફના પૈસા પર હાલ વ્યાજદર ૮.૬૫ ટકા હતો. જેને ઘટાડીને હવે ૮.૫૦ ટકા કરવામાં આવ્યો છે. આ કાપની શક્યતા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

ઈપીએફઓના રોકાણપર રિટર્ન ઘટાડી દેવા માટે કેટલાક કારણ હોઈ શકે છે. નાણાંકીય ૨૦૧૯માં વ્યાજદર ૮.૬૫ ટકા હતો. આના પર આજે યોજાયેલી ઈપીએફઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જાણકાર લોકોનું કહેવુ છે કે, આના કારણે પગારદાર વર્ગને મોટો ફટકો પડી શકે છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે આજે કહ્યું હતું કે, સેન્ટ્ર્‌લ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા ઈપીએફન રેટને ૨૦૧૯-૨૦માં ૮.૫૦ ટકા કરી દેવામાં આવ્યો છે.

અગાઉ આ દર ૮.૬૫ ટકા હતો. સુત્રોએ કહ્યું છે કે, ઈપીએફઓ માટે આ વર્ષે વ્યાજદરો યથાવત રાખવાની બાબત મુશ્કેલરૂપ બની શકે છે. લોંગ ટર્ન ફિક્સ્ડ ડિપોઝિટ, બોન્ડ અને સિક્યુરિટીથી ઈપીએફઓની કમાણી છેલ્લા વર્ષમાં ૫૦-૮૦ બેઝિક પોઈન્ટ ઘટી ગઈ હતી. ફાઈનાન્સ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટી પીએફ ડિપોઝિટ પર રિટર્નના સંદર્ભમાં બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક પહેલા નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય ઈપીએફઓના નફાના આધાર ઉપર કરવામાં આવે છે. ઈપીએફઓ પોતાના વાર્ષિક એક્રુઅલ્સના ૮૫ ટકા હિસ્સા ડેટ માર્કેટ અને ૧૫ ટકા હિસ્સાને એક્સચેન્જ ટ્રેડ ફંડ મારફતે ઈÂક્વટીમાં લગાવવામાં આવે છે.

ગયા વર્ષે માર્ચના અંતમાં ઈÂક્વટીમાં ઈપીએફઓના કુલ રોકાણનો આંકડો ૭૪૩૨૪ કરોડ રૂપિયા હતો. તેના પર ૧૪.૭૪ ટકા રિટર્ન મળ્યો હતો. પીએફ ઉપર વ્યાજદર ઘટવાથી વર્કરોના સેન્ટીમેન્ટ ઉપર અસર થશે. એક વ્યÂક્તએ કહ્યું છે કે, ઈપીએફઓ ઉપર વ્યાજર એક મોટા સેન્ટીમેન્ટ બુસ્ટર તરીકે રહ્યો છે. આમા હજુ સુધી કર્મચારીઓના સેન્ટીમેન્ટને અસર થઈ શકે છે. શ્રમ મંત્રીના નેતૃત્વમાં બોર્ડ ઈપીએફઓમાં નિર્ણય લેનાર ટોચની સંસ્થા છે. ઈપીએફઓમાં છ લાખ લોકો રહેલા છે.

શ્રમ મંત્રી સંતોષ ગંગવારે આજે બેઠક બાદ કહ્યું હતું કે, ઈપીએફઓ દ્વારા ઈપીએફ ઉપર વ્યાજદરને ઘટાડી દેવામાં આવ્યો છે. શ્રમ મંત્રાલયને હવે આ મામલા પર નાણાંમંત્રાલયની મંજુરીની જરૂર રહેશે. ભારત સરકાર ગેરેન્ટર તરીકે છે જેથી નાણાંમંત્રાલય કોઈ પણ જવાબદારીને ટાળવા માટે ઈપીએફ વ્યાજદર માટે દરખાસ્ત નક્કી કરે છે. ઈપીએફ વ્યાજદરોમાં ફેરફાર કરવા માટે હાલમાં રજુઆત થઈ રહી હતી. ગયા વર્ષે માર્ચ મહિનાના અંતમાં ઈપીએફઓ દ્વારા ઈÂક્વટીમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.