Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ ફરમાવતાં સૌના મનમાં ચિંતાના વાદળો છવાયા હતા.પરંતુ છેલ્લા ૨ દિવસથી જિલ્લામાં વરસાદી વાતાવરણ બનતાં સર્વત્ર મેઘમહેર થઈ હતી.જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસતાં ખેડૂતોમાં રાહત વર્તાઈ હતી.
ખેડૂતોએ કરેલ વાવણીને જીવતદાન મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો જયારે મોડાસા અને ભિલોડામાં  વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.એક ઈંચથી વધુ વરસાદ થતાં વાતવરણમાં ઠંડક પ્રસરી હતી.મોડાસા,માલપુરમાં અર્ધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા યથાવત છે.જિલ્લાના મોડાસા,ધનસુરા બાયડ,ભિલોડા,માલપુર સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડતા લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો ચાલુ વર્ષે શ્રાવણ માસ સુધી વરસાદ ની ઘટ હોવાથી ખેડૂતો તેમજ જિલ્લાવાસીઓ ચિંતામાં મુકાયા હતા જો કે આજે વહેલી સવારથી જ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા લોકો માં ખુશી છવાઈ હતી.તો સાથે જ સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં ખેડૂતો એ મહામહેનતે વાવેલ ખરીફપાક જે ખેતરમાં મુરજાતો હતો તેને પણ જીવનદાન મળ્યું હતું. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.