Western Times News

Gujarati News

બહેનો સાથે મજાક-મસ્તી કરતો સુશાંતનો વીડિયો વાયરલ થયો

મુંબઈ, બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને બે મહિના થયા છે. શોકમગ્ન ફેન્સ, પરિવાર અને મિત્રો એક્ટરના મોત કેસમાં સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે. દરમિયાન સુશાંતના નિધન બાદ તેના જૂના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આવો જ એક વિડીયો હાલમાં સામે આવ્યો છે જેમાં સુશાંત પોતાની ચારેય બહેનો સાથે હળવા મૂડમાં જોવા મળે છે.

નીતુ સિંહ, મીતુ સિંહ, પ્રિયંકા સિંહ અને શ્વેતા સિંહ કીર્તિ સાથેનો મજાક-મસ્તી કરતો સુશાંતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો કઈ તારીખનો છે તે સ્પષ્ટ નથી. વિડીયો જોતાં લાગી રહ્યું છે કે, ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ રિલીઝ થઈ તેની આસપાસનો હશે. વિડીયોમાં સુશાંતની એક બહેન બોલતાં સંભળાય છે કે, “મારા ભાઈને મળો તે ધોનીનો રોલ પ્લે કરી રહ્યો છે. તો બીજા એક બહેને કહ્યું કે, તેમને સુશાંત પર ગર્વ છે. સુશાંતનો ચારેય બહેનો સાથે સમય પસાર કરતો આ વિડીયો અગાઉ ક્યારેય સામે આવ્યો નથી.

વિડીયોમાં પાંચેય ભાઈ-બહેન હસતા અને મજાક-મસ્તી કરતાં દેખાઈ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ હવે આ વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. શ્વેતાએ વિડીયો શેર કરતાં લખ્યું, “આપણે મસ્તી કરી, આપણે ખુશ હતા, આપણે તડકો-છાંયડો સાથે જોયા અને ઋતુઓની જેમ હવે બધું જ જતું રહ્યું. કાશ આપણે પહેલાની જેમ બધા સાથે રહી શકત .SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.