Western Times News

Gujarati News

બેંક ઓફ બરોડાના ૧૧રમા સ્થાપના દિવસ નિમિત્તે મોડાસા કોલેજ કેમ્પસમાં રક્તદાન કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા કોલેજ ખાતે બેંક ઓફ બરોડા ૧૧ર માં સ્થાપના દિન નિમિત્તે મ.લા. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ સંચાલિત તમામ કોલેજા દ્વારા રકતદાન કેમ્પ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સિ્ટ્યૂટ અમદાવાદના સહયોગથી યોજવામાં આવ્યો હતો જેમાં ૧૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ રકતદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું હતું આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી એમ. નાગરાજન કોલેજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર. મોદી બેંક ઓફ બરોડાના ડેપ્યુટી આર.એમ. શ્રી રાજકુમાર મહાવતની ઉપસ્થિતિમાં ભામાશા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો શરૂઆતમાં સાયન્સ કોલેજના પ્રભારી મંત્રી સુરેન્દ્રભાઈ શાહ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બેંક ઓફ બરોડા દ્વારા ભેરુંડા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ અને વિદ્યાર્થીઓને દફતરની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું રકતદાન કરનાર તમામ વિદ્યાર્થીઓને બેંક દ્વારા સુંદર કીટ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા સાયન્સ કોલેજના આચાર્યશ્રી કે.પી. પટેલ એન.એસ.એસ ઈન્ચાર્જ એચ.એચ. ખરાડી બેંક ઓફ બરોડા મેનેજર શ્રી પંકજભાઈ સાવલેકર લીડ બેંક મેનેજર હરેશભાઈ પટેલ દેના બેંક મેનેજર અનિલભાઈ શાહ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની આભારવિધિ બેંક ઓફ બરોડાના આસિ. મેનેજર કંદર્પભાઈ ગોર દ્વારા કરવામાં આવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.