Western Times News

Gujarati News

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ કોમામાંઃ બેન પદ સંભાળશે

પ્યોંગયાંગ, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ કોમામાં છે અને તેમની બેન કિમ યો જાેંગ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મામલાને સંભાળવાની તૈયારી કરી રહ્યાં છે દક્ષિણ કોરિયાના દિવંગત નેતા કિમ ડે જંગના પૂર્વ સહયોગીએ કિમ જાેંગના કોમાં જવાની વાતને લઇ એક પોસ્ટ કરી છે. દિવંગત નેતા કિમ ડે જંગના સમયમાં રાજનૈતિક મામલાના સચિવનો પદભાર સંભાળનાર ચાંગ સોન્ગ મિનને સોશલ મીડિયા પર કહેવાતી રીતે દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના કોઇ પણ નેતા પોતાની શક્તિ અને અધિકાર કોઇ બીજા નેતાને ત્યાં સુધી ન આપી શકે જયાં સુધી તે શાસન માટે ખુબ બિમાર ના હોય તે તખ્તપલ્ટના માધ્યમથી ના હટાવી દેવામાં આવે.

ચાંગ સોન્ગ મિનને આગળ લખ્યું કે મારૂ માનવુ છે કે કિમ જાેંગ ઉન કોમાં છે પરંતુ તેમનું મોત થયુ નથી ઉત્તર કોરિયામાં એક પૂર્ણ ઉતરાધિકારી સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું નથી આથી કિમ યો જાેંગને સામે લાવવામાં આવી રહ્યાં છે આવું એટલા માટે કે લાંબા સમય સુધી પદને ખાલી રાખી શકાય નહીં. ચાંગે દાવો કર્યો કે ચીનના એક સ્ત્રોતથી જાણકારી મળી છે કે કિમ બેભાન છે અને નિષ્ક્રિય છે સાઉથ કોરિયન ડેલીના જણાવ્યા અનુસાર સિયોલની જાસુસી એજન્સીએ એક બંધ રૂમમાં કાનુન નિર્માતાઓને સત્તાની સિસ્ટમની બાબતમાં જણાવ્યું છે કે એવુ લાગે છે કે કિમે પોતાના સૌથી વિશ્વાસપત્ર સહયોગીની સાથે અધિકાર અને જવાબદારી સંયુકત કરી છે.જાે કે રાષ્ટ્રીય ઇટેલીંજેસ એજન્સીનું કહેવુ છે કે નવી સિસ્ટમ કોઇ રીતના ગંભીર સ્વાસ્થ્ય મુશ્કેલથી જાેડાયેલ ન હોય ચાંગનો દાવો ત્યારે આવ્યો જયારે કિમ જાેંગ ઉને પોતાના આરોગ્યને લઇ ઉઠેલ અટકળો પર જાહેર મંચ પર જઇ કોઇ નિવેદન આપ્યું નહીં. જો કે કેસીએનએના રિપોર્ટ અનુસાર બે મેના રોજ કિમ યોંગ ઉને ફર્ટિલાઇઝર ફેકટરીનું ઉદ્‌ધાટન કરતા જાેવા મળ્યા હતાં પરંતુ યાંગે તે તસવીરોને ખોટી બતાવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.