Western Times News

Gujarati News

ફિલ્મ આદિ પુરુષમાં સૈફ અલી વિલનનું પાત્ર ભજવશેે

મુંબઈ: હાલમાં બોલિવૂડની ઘણી આગામી ફિલ્મોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે હવે બાહુબલી એટલે કે પ્રભાસ અને સૈફ અલી ખાનની એપિક ડ્રામા ફિલ્મ આદિપુરુષ જબરજસ્ત ચર્ચામાં આવી ગઈ છે. ‘આદિપુરુષ’ની સ્ટાર કાસ્ટને લઈને ઘણી અટકળો લગાવાયા બાદ ફિલ્મમાં વિલન તરીકે મેકર્સે સૈફ અલી ખાનનું નામ જાહેર કરી દીધું છે. આ સાથે જ એક પોસ્ટર જાહેર કરીને સૈફના પાત્ર વિશે જાણકારી આપી છે.

આ ફિલ્મમાં સૈફ એક ખતરનાક દાવનના પાત્રમાં જોવા મળશે. હકીકતમાં હાલમાં જ સૈફ અલી ખાનને ફિલ્મ ‘આદિપુરુષ’માં ઈન્ટ્રોડ્યુસ કરતું પોસ્ટર જાહેર કરાયું છે. આ પોસ્ટરમાં છ અક્ષરની પાછળ ઘણા બધા દાનવોના ચહેરા દેખાઈ રહ્યા છે. જ્યારે પોસ્ટરમાં સૈફના પાત્રનું નામ લંકેશ બતાવવામાં આવ્યું છે.

આ પોસ્ટથી સ્પષ્ટ છે કે સૈફ આ ફિલ્મમાં દાનવનું પાત્ર ભજવશે. આ ફિલ્મમાં સૈફ અને પ્રભાવ વચ્ચે જબરજસ્ત ટક્કર અને ધમાકેદાર એક્શન સીન્સ જોવા મળશે. સૈફ અલી ખાનના આ પોસ્ટરને શેર કરતા પ્રભાસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું, ૭૦૦૦ વર્ષ પહેલા દુનિયાનો એક સૌથી બુદ્ધિમાન રાક્ષસ થયા કરતો હતો. સૈફના પોસ્ટર અને તેના પાત્રની જાણકારીથી સ્પષ્ટ છે કે વિલન તરીકે આ તેના માટે એક આઈકોનિક પાત્ર સાબિત થઈ શકે છે. બીજી તરફ આ ફિલ્મના ટ્રેલરને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.