Western Times News

Gujarati News

ધનસુરાના શીકા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રવેશ દ્વાર આગળજ ગંદકીનું સામ્રાજ્ય

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામમાં ગંદકીના કારણે રોગચાળો ફેલાય એવી શક્યતાઓ છે.કોરોના જેવી મહામારી કાબુમાં આવે એ માટે સમગ્ર વિશ્વના દેશો ચિંતા કરી રહ્યા છે ત્યારે શીકા ગ્રામ પંચાયત ના વહિવટીતંત્ર દ્વારા ગંદકી દૂર કરવા બાબતે નિષ્ક્રિય હોય એવું જાણવા મળ્યું છે.

સમગ્ર શીકા પંથકના નાગરિકો ને આરોગ્ય ની સેવા આપી રહેલ શીકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના પ્રવેશ દ્વાર આગળ કાદવ કીચડ હોય તો પછી અન્ય સ્થળોએ તો શું સ્થિતિ હશે એ તો જે  નાગરિકો સહન કરી રહ્યા હોય એ જ જાણે.શીકા ગ્રામ પંચાયત ની કચેરી ની બાજુ માં જ આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સરકારી પ્રાથમિક શાળા અને આંગણવાડી ના પ્રવેશ દ્વાર આગળ જ ગંદા પાણી ના ખાબોચિયાં ભરાયાં હોય તો પણ તંત્ર ને કોઈ ગંભીર બાબત લાગતી નથી.

આ ગંદકી માટે જવાબદાર પરિબળો માં એક બાબત ધ્યાનમાં આવે છે એ કે ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલ ગટરલાઇનના કામમાં થયેલ ગેરરીતી.આ વિસ્તારમાં બનાવાયેલ ગટરલાઇન ના કામો માં તાલુકા પંચાયતના બાંધકામ ખાતામાં ફરજ બજાવતા ઈજનેર પાસે પ્લાન બનાવ્યો છે કે કેમ? એ  મોટો પ્રશ્ન છે કેમકે તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં જ બનાવવામાં આવેલી ગટરલાઇન રસ્તા કરતાં ઊંચી બનાવેલી છે

એટલે પાણી રસ્તા પર ભરાઈ જાય છે અને ગંદકી થાય છે . ગામના કેટલાક રહેણાંક વિસ્તારમાં પણ પાણી નિકાલ ના યોગ્ય આયોજન ના અભાવે પાણી ભરાઈ જતાં ગંદકી થાય છે.આ ગંદકી ને કારણે રોગચાળો ફેલાય તે પહેલાં આ સમસ્યાનો ઉકેલ આવે એ માટે ગામ ના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયત ના ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લા કલેકટર શ્રી ને રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દિલીપ પુરોહિતબાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.