Western Times News

Gujarati News

સુશાંતે સાલિયાનના મોત પછી વકીલનો સંપર્ક કર્યો હતો ?

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂનના રોજ પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આના ૬ દિવસ પહેલા જે તેની પૂર્વ મેનેજર સેલિબ્રિટી મેનેજર રહી ચૂકેલી દિશા સાલિયાને કથિતપણે એક બહુમાળી ઈમારત પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મોતના આ બંને કેસને શંકાના આધારે એકબીજ સાથે કનેક્ટેડ ગણાવવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી આમાં કોઈ કનેક્શન સામે આવ્યું નથી.

મુંબઈ પોલીસની મેનેજર દિશા સાલયાન સાથે જોડાયેલું ફાઇલ ફોલ્ડર ડિલીટ

હવે સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે. અસલમાં જે દિવસ દિશા સાલિયાનનું મોત થયું હતું તે જ દિવસે રિયા ચક્રવર્તી સુશાંતનું એપાર્ટમેન્ટ છોડીને પોતાના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી. કેટલાક રિપોર્ટ્‌સમાં એવું કહેવાયું હતું કે, દિશાની આત્મહત્યામાં પોતાનું નામ સામે આવવાથી સુશાંત ખૂબ પરેશાન થઈ ગયો હતો. ત્યારબાદ તેણે પોતાના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની સાથે તેણે પોતાની હાર્ડ ડિસ્ક ડિલિટ કરી દીધી હતી.

રિપોર્ટ અનુસાર આ રિપોર્ટ્‌સના સામે આવ્યા બાદ સુશાંતે એક વકીલનો પણ સંપર્ક કર્યો હતો. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, સુશાંતે વકીલને શા માટે સંપર્ક કર્યો હતો. જોકે, દિશા સાલિયાનના પરિવારે પણ દાવો કર્યો છે કે, સુશાંત અને દિશાના મોતમાં કોઈ સંબંધ નથી. પટના પોલીસે દાવો કર્યો હતો કે, દિશા અને સુશાંતના મોત વચ્ચે સંબંધ હોઈ શકે છે. હવે આ કેસ સીબીઆઈના હાથમાં છે અને દરેક શક્ય એંગલથી તપાસ થઈ રહી છે. આ બધાની વચ્ચે સુશાંતના કેસમાં ડ્રગ ચેટ આવ્યા બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા અન દીપેશ સાવંત બાદ રિયા ચક્રવર્તીને પણ લાંબી પૂછપરછ પછી અરેસ્ટ કરી લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.