Western Times News

Gujarati News

ઓડિયન્સ વિના જ કેબીસી ૧૨નું શૂટિંગ કરવામાં આવ્યું

મુંબઈ: અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ ૧૨’ના કન્ટેસ્ટન્ટ્‌સ સાથે શૂટિંગ શરૂ કરી દીધું છે. અત્યાર સુધીની દરેક સીઝનમાં સેટ પર ઓડિયન્સ જોવા મળતી હતી પરંતુ પહેલીવાર ઓડિયન્સ જોવા નહીં મળે. ઓડિયન્સ વિના કેબીસી ૧૨નો નજારો કેવો હશે તેની ઝલક બિગ બીએ બતાવી છે. અમિતાભ બચ્ચને પોતાના ટિ્‌વટર પર કૌન બનેગા કરોડપતિ ૧૨ના સેટની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેઓ હોટસીટ પર બેઠેલા જોવા મળે છે.

તસવીરો શેર કરતાં તેમણે લખ્યું. ‘૨૦ વર્ષ, ૧૨મું પર્વ, કેબીસીઃ કૌન બનેગા કરોડપતિનો આરંભ. મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસના કારણે આ વખતે કૌન બનેગા કરોડપતિ ૧૨માં લાઈવ ઓડિયન્સ નહીં હોય. જેના કારણે આ વખતે કન્ટેસ્ટન્ટને ઓડિયન્સ પોલ નામની લાઈફલાઈન પણ નહીં મળે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ કોરોના વાયરસથી સાજા થયા બાદ અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ ૧૨’નું શૂટિંગ શરૂ કર્યું હતું.

જેની તસવીરો તેમણે પોતાના બ્લોગ પર શેર કરી હતી. તસવીરોમાં તેમણે બતાવ્યું હતું કે કેવી રીતે સેટ પર કોરોનાને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવામાં આવી રહી છે. દરેક વસ્તુને સેનિટાઈઝ કરાય છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, ‘કૌન બનેગા કરોડપતિ ૧૨’ના ૨ ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટવ છે. જો કે, મેકર્સે એક સ્ટેટમેન્ટ બહાર પાડીને આ ખબરને ખોટી ગણાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.