Western Times News

Gujarati News

કાર્તિક અને અનન્યા વચ્ચેના સંબંધને લઇને ભારે સસ્પેન્સ

મુંબઇ, કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે અભિનિત પતિ, પત્નિ ઔર વો ફિલ્મ હવે છટ્ઠી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તેમની સાથે ભૂમિની પણ ભૂમિકા છે. હાલમાં ફિલ્મનુ શુટિગ ચાલી રહ્યુ છે. શુટિંગ હવે પૂર્ણાહુતિના આરે છે. બંનેના સંબંધને લઇને પણ ચર્ચા છેડાઇ ગઇ છે. જો કે બંને તરફથી કોઇ ખુલાસો આ સંબંધમાં કરવામાં આવ્યો નથી જેથી સસ્પેન્સની સ્થિતિ છે. બંને સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે. વર્ષ ૧૯૭૮ની સુપરહિટ ફિલ્મ પતિ પત્નિ ઔર વોની રીમેકમાં સાથે કામ કરી રહ્યા છે તે અહેવાલને ગયા સપ્તાહમાં સમર્થન મળ્યા બાદ કેટલાક નવા અહેવાલ પણ સપાટી પર આવી રહ્યા છે. જે દર્શાવે છે કે કાર્તિક અને અનન્યા પાન્ડે એકબીજા સાથે ડેટ પર છે. હાલમાં કેટલીક વખત બંને સાથે નજરે પડી ચુક્યા છે.

હવે ફરી એકવાર બંને સાથે કેમેરામાં કેદ થઇ ગયા છે. હાલમાં કેટલીક વખત બંને સાથે દેખાયા બાદ હવે ફરી સાથે દેખાયા છે. હવે સોશિયલ મિડિયા પર એક એવો વિડિયો આપ્યો છે જેમાં ફરી એકવાર કાર્તિક અને અનન્યા સાથે નજરે પડી રહ્યા છે. જા કે જ્યારે ફોટોગ્રાફર્સ દ્વારા બંનેને ઘેરી લીધા ત્યારે કાર્તિક પોતાના ચહેરાને છુપાવતો નજરે પડ્યો હતો. તેની સાથે ફિલ્મ નિર્માતા જુનો ચોપડા પણ હતા. પ્રશ્ન એ થાય છે કે કાર્તિક આર્યને આવુ કેમ કર્યુ હતુ. એવુ પ્રથમ વખત બન્યુ નથી જ્યારે કાર્તિક અનન્યા સાથે પહેલી વખત દેખાયો છે. એમ માનવામાં આવે છે કે તે ફિલ્મને લઇને નવા લુકમાં છે. એક દિવસ પહેલા પણ જસ્ટીન બીબર ટીશર્ટમાં તે નજરે પડ્યો હતો. જા કે તે એ વખતે ચહેરો છુપાતો દેખાઇ રહ્યો ન હતો. કાર્તિક હાલમાં લુકાછુપીમાં કૃતિ સનુનની સાથે નજરે પડ્યો હતો. જે સરેરાશ સફળતા મેળવી શકી હતી. અનન્યા પણ આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.