Western Times News

Gujarati News

બાયડ તાલુકાના ગાબટ-ઉભરાણ રોડ પર વાલ્વ લીકેજથી લાખ્ખો ગેલન પાણીનો વેડફાટ 

અરવલ્લી જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના એક બેડા માટે મહિલાઓ બે થી ત્રણ કિલોમીટર રઝળપાટ કરે ત્યારે માંડ માંડ પીવાના પાણીનો જુગાડ કરી રહી છે પાણી ની અછત વાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવા એસકે-૨ અને ૩ યોજના અને વાસ્મો યોજના અંતર્ગત પાણીની પાઈપ લાઈન નાખવામાં આવી છે અને પાઈપલાઈન પર સંપ લગાડવામાં આવ્યા છે પાણી પુરવઠાની બેદરકારીના પગલે જિલ્લામાં પાણીનો પુરવઠો પૂરો પાડતી પાઈપલાઈનમાં અનેક વાર ભંગાણ સર્જાતા હજ્જારો લીટર પાણી નો વ્યય થઈ રહ્યો છે
બીજીબાજુ પાણી વગર અનેક ગામો ઉનાળામાં ટળવળટા જોવા મળે છે બાયડના ગાબટ થી ઉભારણ રોડ પર એસકે-૨ યોજનાની પાઈપલાઈનના વાલ્વમાં લીકેજના પગલે છેક ઉંચે સુધી પાણીનો ફુવારા મારફતે લાખ્ખો લીટર પાણી વેડફાટ થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

ગાબટ-ઉભરાણ રોડ નજીક પસાર થતી વાસ્મો યોજના અંતર્ગત પાણી પૂરું પાડવા માટે નાખવામાં આવેલી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પાણીની નદીઓ વહી હતી તદઉપરાંત પાણીની પાઈપ લાઈનમાં સંપમાં લગાવેલ એર વાલ્વ પણ ઠેર ઠેર લીકેજ સર્જાતા પાણીનો વેડફાટ થતા લીકેજ એર વાલ્વ રીપેર કરવામાં આવે તે ખુબ જરૂરી બન્યું છે લાખ્ખો લીટર પાણીનો વ્યય થતા પાણી ની નદીઓ વહેતા પ્રજાજનો અને ખેડૂતોમાં જવાબદાર તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. બીજીબાજુ પાઈપલાઈનના વાલ્વમાં થયેલ લીકેજ અંગે તંત્ર અજાણ હોય તેમ બે ત્રણ દિવસથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.  દિલીપ પુરોહિત.  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.