Western Times News

Gujarati News

છાત્રો પૂછે છે કંઈક, તજજ્ઞો જુદા જવાબ આપતા હોવાની રાવ

ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન-મુંઝવણ દૂર કરવાની હેલ્પલાઈન છાત્રોને કન્ફ્યુઝ કરે છે

ગાંધીનગર, ગુજરાતમાં ધોરણ ૧૦-૧૨ના વિદ્યાથીઓ માટે હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે હેલ્પલાઈન નંબર જાહેર ક્યોં છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ અનુસાર સરકાર દ્વારા જાહેર કરવામા આવેલા આ નંબરથી વધારે મૂંઝવણ થઇ રહી છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નંબરથી ધોરણ ૧૦ માટે ગણિત અને વિજ્ઞાન વિષય માટે હેલ્પલાઈન નંબર વાપરી શકાશે. જ્યારે ધોરણ ૧૨ માટે ફિઝીક્સ અને કેમેસ્ટ્રી માટે આ નંબર ઉપયોગ કરાશે. સવારે ૧૦.૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધીનો સમય દરમિયાન વિદ્યાર્થીઓ ફોન કરીને તજજ્ઞો પાસેથી પોતાની મૂંઝવણનો ઉકેલ લાવી શકાશે.

ઓનલાઇન શિક્ષણ સમયે કોઇ વિષય કે મુદ્દાઓ સમજી ન શક્યા હોય તો માર્ગદર્શન આ નંબર પરથી લઈ શકાશે. જેનો નંબર ૦૭૯૨૩૯૭૩૬૧૪ છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન કન્ફ્યુઝન દૂર કરવા હેલ્પ લાઇન નંબરનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ફોન વિદ્યાર્થીઓને વધુ મુંજવણ થાય છે. આ હેલ્પનાઇન નંબર પર વિદ્યાર્થી પૂછી રહ્યા છે અને તજજ્ઞો કંઇક અલગ જ જવાબ આપી રહ્યા છે. આ નંબર પર આખા ગુજરાત માટે ૧૯ શિક્ષકો કાર્યરત રહેશે.

તજજ્ઞો અને નિષ્ણાતો ફોનલાઈન પર માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે એક રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે અનેકવાર ફોન લગાવ્યા બાદ જ ફોન લાગે છે. આથી વિદ્યાર્થીઓનો સમય બગડે છે અને મુંજવણ તો ત્યાંની ત્યાં જ રહે છે. તો સાથે વધારે વિષયો સમજાવવામાં આવતા હોત તો વધુ મદદ મળે તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.

એક તરફ સરકાર દ્વારા આ હેલ્પલાઈન નંબર બોર્ડના વિદ્યાર્થીઓ માટે બહાર પાડીને મદદ મળે તે કામ કરવામાં આવ્યુ છે પરંતુ વિદ્યાર્થીઓ હજુ પણ મુંજાઈ રહ્યા છે જાેવાનુ રહ્યુ આગામી દિવસોમાં આ નંબરથી કેટલા વિદ્યાર્થીઓને મદદ મળશે તે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.