Western Times News

Gujarati News

પૂનાથી અમદાવાદ કોરોનાની વેક્સીનનો જથ્થો હવાઈમાર્ગે આવ્યો

અમદાવાદ, મંગળવારે વહેલી સવારથી જ દેશના લગભગ 9 શહેરોમાં કોરોના વેકસીનનો જથ્થો હવાઈ માર્ગે પહોંચાડાઈ રહયો છે. જેમાં અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ અને બીજા અન્ય શહેરોનો સમાવેશ થાય છે.

સીરમ ટેકનોલોજી દ્વારા તૈયાર કરાયેલી કોરોના વેક્સીનના લગભગ 2.76 લાખ જેટલા ડોઝ જેનું વજન આશરે 700 કિલોગ્રામ છે તે મંગળવારે સવારે પૂનાથી હવાઈમાર્ગે નીકળી બપોરે અમદાવાદ આવી પહોંચ્યો હતો.  Air India is carrying the first consignment of 2,76,000 #Covidvaccine doses, weighing approximately 700 kilograms, from Pune to Ahmedabad.

એર ઈન્ડીયા, સ્પાઈસ જેટ અને ઈન્ડીગોની 9 ફ્લાઈટો મારફતે પૂનાથી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, ગૌહાટી, શિલોંગ, અમદાવાદ, હૈદ્રાબાદ, વિજયવાડા, ભૂવનેશ્વર, પટના, બેંગલોર, લખનૌ અને ચંદીગઢ લગભગ 56.5 લાખ જેટલા કોરોના વેકસીનના ડોઝ પહોંચાડવામાં આવ્યા છે. તેમ એવીયેશન મિનીસ્ટર હરદીપસિંહ એસ પુરીએ જણાવ્યુ હતું.

અમદાવાદ પહોંચી ગયા બાદ આ જથ્થાને રાજ્યના અન્ય શહેરોની હોસ્પિટલોમાં તબક્કાવાર પહોંચાડવામાં આવશે. આ તમામ બોક્સ પર સર્વે સન્તુ નિરામય સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યુ છે. જેની નીચે અંગ્રેજીમાં May all be free from Diease લખ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર વેક્સીન વાન પાસે નિતીનભાઈ પટેલે શ્રીફળ વધેર્યુ હતું. અમદાવાદ એરપોર્ટ ખાતે કોવિડ શિલ્ડ વેક્સિનના જથ્થાનું લીલી ઝંડી બતાવીને રાજ્યોના વિવિધ વિસ્તારો તરફ પ્રસ્થાન કરાવ્યું. આ વેક્સિનનો જથ્થો કુલ ત્રણ ઝોનમાં વિભાજિત થનાર છે. ગ્રીન કોરિડોર મારફતે અભેદ સુરક્ષા સાથે સમગ્ર વેક્સિનનો જથ્થો જે તે ઝોન અને સ્થળ પર પહોંચતો કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.