સાઉદીના પુરુષો પાકિસ્તાની મહિલાઓ સાથે લગ્ન નહીં કરી શકે
રિયાધ: સાઉદી અરેબિયાએ પોતાના પુરુષો પર ખાસ પ્રતિબંધ મૂક્યો છે. જે પ્રમાણે હવે સાઉદી અરેબિયાનો પુરુષ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ કે મ્યાંમારની મહિલા સાથે લગ્ન નહીં કરી શકે. પાકિસ્તાનના વર્તમાનત્ર ડૉનમાં સાઉદી મીડિયાના હવાલેથી આ સમાચાર છપાયા છે.
એક અંદાજ પ્રમાણે સાઉદી અરેબિયામાં હાલ આ ચારેય દેશની ૫૦ હજાર મહિલાઓ રહે છે. મક્કાના ડિરેક્ટર ઑફ પોલીસ મેજર જનરલ અસફ અલ-કુરૈશીના હવેલાથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદેશીઓ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા સાઉદી પુરુષોએ હવે કડક નિયમોનો સામનો કરવો પડશે.
ડૉનના અહેવાલ પ્રમાણે આવું એ માટે કરવામાં આવ્યું છે, જેનાથી સાઉદીના પુરુષોને વિદેશીઓ સાથે લગ્ન કરતા રોકી શકાય. આ ઉપરાંત વિદેશીઓ સાથે લગ્ન કરવાની છૂટ આપતા પહેલા વધારાના નિયમો બનાવવામાં આવ્યા છે. કુરેશીએ કહ્યુ- વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા પુરુષોએ પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. સાથે જ લગ્ન કરવા માટે અરજી આપવી પડશે.
કુરેશીએ કહ્યુ કે, તલાક મળ્યા હોય તેવા પુરુષોને તલાકના છ મહિનાની અંદર અરજી કરવાની છૂટ નહીં આપવમાં આવે. અધિકારીએ કહ્યુ કે, અરજીકર્તાની ઉંમર ૨૫ વર્ષથી વધારે હોવી જાેઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જાે અરજીકર્તા પહેલાથી પરિણીત છે તો તેણે હૉસ્પિટલમાંથી રિપોર્ટ આપવો પડશે અને સાબિત કરવું પડશે કે તેની પત્ની વિકલાંગ છે, જૂની બીમારીથી પીડિત છે અથવા બાળક પેદા કરવા માટે સક્ષમ નથી.”