શિવાંગી જાેશીને બર્થ ડે વિશ કરતાં રુપાલીએ વખાણ કર્યા
શિવાંગી કરતાં ઉંમરમાં મોટી છતાં તેની સારી એવી ફ્રેન્ડ રુપાલીએ બર્થ ડે પોસ્ટમાં તેના કામના પણ વખાણ કર્યા
મુંબઈ: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ શિવાંગી જાેશીનો બર્થ ડે હતો. ત્યારે અનુપમા’ની એક્ટ્રેસ રુપાલી ગાંગુલીએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. શિવાંગી જાેશી કરતાં ઉંમરમાં મોટી છતાં તેની સારી એવી ફ્રેન્ડ રુપાલી ગાંગુલીએ બર્થ ડે પોસ્ટમાં તેના કામના પણ વખાણ કર્યા હતા. રુપાલી ગાંગુલીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શિવાંગી સાથેની બે સુંદર તસવીરો શેર કરી હતી. તેના ખાસ દિવસે શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, હેપી બર્થ ડે લિટલ વન. તારે તારા જનરેશનની સૌથી શ્રેષ્ઠ એક્ટ્રેસિસમાંથી એક બનવાનું છે.
તે જે રીતે નાયરાનું પાત્ર ભજવ્યું હતું અને હવે ફિટનેસ સાથે જે રીતે સિરતનું પાત્ર ભજવી રહી છે તે વખાણવાલાયક છે. આપણા બંને વચ્ચેના કનેક્શનને હંમેશા સંભાળીને રાખીશ થૂ થૂ થૂ ભગવાન હંમેશા તને સારી હેલ્થ અને ખુશી આપે. શિવાંગી જાેશીએ મંગળવારે પોતાનો ૨૬મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.
ત્યારે રુપાલી ગાંગુલી સિવાય રાજન શાહી, શરદ કેલકર, અશનૂર કૌર, પંખુડી અવસ્થી તેમજ કરણ કુંદ્રા સહિતના સેલેબ્સે સોશિયલ મીડિયા પર તેને વિશ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શિવાંગી જાેશી અને રુપાલી ગાંગુલી સારું બોન્ડિંગ ધરાવે છે અને અગાઉ પણ બંને સાથે સમય પસાર કરતાં જાેવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શિવાંગી જાેશી અને રુપાલી ગાંગુલી સારું બોન્ડિંગ ધરાવે છે
અગાઉ પણ બંને સાથે સમય પસાર કરતાં જાેવા મળ્યા હતા. વાતચીત કરતાં શિવાંગી જાેશીએ જણાવ્યું હતું કે, ‘જ્યારે હું ૧૦ અથવા ૧૧ વર્ષની હતી ત્યારે રુપાલી ગાંગુલીને મળી હતી. હું મુંબઈ કોઈ કામથી આવી હતી અને અમે ફંક્શનમાં મળ્યા હતા. અમે ફોટો પણ ક્લિક કર્યો હતો, જે મેં તેમના બર્થ ડે પર પોસ્ટ કર્યો હતો. તેમણે મારી સાથે ખૂબ સારું વર્તન કર્યું હતું. મેં તેમનો શો સારાભાઈ દૃજ સારાભાઈ પણ જાેયો છે.