Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત

વડોદરા, તા.૦૯ અપ્રિલ, ૨૦૨૨ શનિવાર (વિ. સં. ૨૦૭૮ ચૈત્ર સુદ ૮)  ભારતના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ તથા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી આર. વી. રમન્ના ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચતા વડોદરા એરપોર્ટ ખાતે તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, વડોદરા મેયરશ્રી કેયુર રોકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી ડૉ શમશેર સિંઘ, કલેકટરશ્રી અતુલ ગોર દ્વારા  પણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટથી એકતાનગર (નર્મદા) ખાતે અખિલ ભારતીય જજીસ કોન્ફરન્સમાં ભાગ લેવા હેલિકોપ્ટર મારફત રવાના થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.