Western Times News

Gujarati News

રાજયમાં પ્રથમ વખત વડોદરામાં યોજાશે અખિલ દિવ્યાંગ પસંદગી સંમેલન

વડોદરા,ગુજરાતમાં સૌ પ્રથમ વખત વડોદરામાં અખીલ ગુજરાત દિવ્યાંગ પસંદગી સંમેલનનું આયોજન થઈ રહયું છે. આગામી તારીખ ર૪મી એપ્રિલના રોજ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં અમીન પાર્ટીપ્લોટ ખાત યોજાનારા કાર્યક્રમમાં ૧૦૦૦ ઉપરાંત યુવક યુવતીઓ ભાગ લેનાર છે.

શ્રી સાઈંનાથ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને સોસાયટી ફોર ધ ફીઝીકલ હેડીકેપના સંયુકત ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમ અંગે પૂર્વ કાઉન્સીલર રાજેશ આયરેએ જણાવ્યું હતું કે, સંસ્કારી અને સાંસ્કૃતિક નગરીની આગવી ઓળખ ધરાવતા વડોદરાના આંગણે સૌ આઝાદીના ૭પમાં અમૃત મહોત્સવની અવસરમાં દિવ્યાંગ યુવક યુવતીઓને સહભાગી બનાવવાના ભાગરૂપે જ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં સમરસતા જળવાય અને સેવાકીય હેતુ પાર પડે એવા પ્રયાસો નિરંતર કરતા આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.