લો બોલોઃ વાડીમાંથી તસ્કરો દોઢ લાખના લાલ મરચાં ચોરી ગયા
ધોરાજી, ધોરાજીમાં જામકંડોરણા રોડ પર ખેેેડૂતની વાડીમાંથી તસ્કરો દોઢ લાખના લાલ મરચાની ચોરી કરી લઈ જતાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગેેે મળતી વિગતો અનુસાર ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર આવેલી હનુમાનવાડીમાં ગીરીશભાઈ સતાસિયાએ લાલ મરચાની ભારીઓ રાખેલી હતી.
આ લાલ મરચા ખેતરમાં સુકવીનેે માર્કેટીંગ યાર્ડમાં વેચવા માટેેેે તૈયાર ભારીઓ કરેલી પણ હાલ માર્કેટીંગ યાર્ડમાં લાલ મરચાની આવક બંધ હોવાથી એવી આ સોળ ભારીઓ પોતાના ખેતરમાં રાખવામાં આવેલી છે જે તસ્કરો ઉઠાવી ગયા છે.
આ સોળ ભારી મરચાની જેની કિંમત રૂા.દોઢ લાખ રૂપિયા છે. આ અંગેની ફરીયાદ ધોરાજી પોલીસ મથકેે થતાં પોલીસેેેે તપાસ શરૂ કરી છે.