હિન્દુ હિત રક્ષા સમિતિએ પ્રસાદ મામલે આપી ઉગ્ર આંદોલનની ચીમકી
અંબાજી મંદિરમાં પ્રસાદ મામલે વિવાદ કેમ વકર્યો
(એજન્સી) અંબાજી, અંબાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ વકર્યો છે. હવે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો ર્નિણય કરાતા શ્રદ્ધાળુઓમાં પણ રોષ છવાયો છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે તેમને ચિકીનો પ્રસાદ મળતા મોહનથાળના પ્રસાદની માંગ કરી હતી.
ભક્તોએ રોષ સાથએ જણાવ્યુ હતુ કે, ‘અમારે ચિકી નહીં પરંતુ મોહનથાળનો પ્રસાદ જાેઇએ.’ આ પહેલા પ્રસાદ મામલે ગામલોકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. વર્ષોથી અંબાજીની ઓળખ બનેલો મોહનથાળના પ્રસાદને બદલીને ચિકીના પ્રસાદ કરતાની સાથે રોષ દર્શાવ્યો હતો.
આ હિન્દુ હિત રક્ષા સમિતિએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. આજે ભક્તોએ પ્રસાદ લેતાની સાથે જ ઉગ્ર વાત ઉચ્ચારી હતી. એક વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યુ કે, અમારે ૧૩૫ મોહનથાળનો પ્રસાદ જાેઇએ છે. પરંતુ અમને એ પ્રસાદ નથી મળ્યો. હવે મેં માત્ર એક જ ચિકીનો પ્રસાદ લીધો છે.
આ એક ચિક્કીમાંથી બધાને મોહનથાળની જેમ વહેંચી ન શકાય.તો અન્ય ભક્તે જણાવ્યુ કે, અહીં વર્ષે અંદાજે ૩૫થી ૪૦ કરોડનો મોહનથાળ વેચાય છે. તો આ પ્રસાદને કેમ બદલવામાં આવી રહ્યો છે.
અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ શરુ કરવા પાછળનું કારણ જણાવતા કલેક્ટરે જણાવ્યુ હતું કે, મંદિરના ટ્રસ્ટીઓને અનેક રજૂઆત મળી હતી અને આ રજૂઆત બાદ પ્રશાસને ર્નિણય લીધો છે. ચીકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો તેને ત્રણ મહિના સુધી રાખી શકે છે.