પાંચ નવનિયુક્ત ન્યાયાધીશોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
ન્યાયાધીશ સર્વ શ્રી સુસાન વેલેન્ટાઈન પિન્ટો,હસમુખ સુથાર, જિતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોશીએ શપથગ્રહણ કર્યા
રાજ્યના કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી તથા નવનિયુક્ત ન્યાયાધીશશ્રીઓના પરિજનોની ઉપસ્થિતિ
ગુજરાતની વડી અદાલત ખાતે નવનિયુક્ત પાંચ જજીસનો શપથગ્રહણ સમારોહ યોજાયો. કાર્યકારી ચીફ જસ્ટિસ શ્રી એ. જે. દેસાઇ એ નવનિયુક્ત તમામ ન્યાયાધીશશ્રીઓને શપથ લેવડાવ્યા હતા.
પાંચ નવનિયુક્ત ન્યાયાધીશ શ્રી સુસાન વેલેન્ટાઈન પિન્ટો, શ્રી હસમુખ સુથાર, શ્રી જિતેન્દ્ર દોશી, શ્રી મંગેશ મેંગડે, અને શ્રી દિવ્યેશ જોશીએ શપથ ગ્રહણ કર્યા હતા
આજના શાપથગ્રહણ સમારોહમાં રાજ્યના કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી તથા હાઇકોર્ટના જજીસ, વરિષ્ઠ વકીલો, નવનિયુક્ત ન્યાયાધીશશ્રીઓના પરિજનો ઉપસ્થિત રહ્યાં હતા.