G20 ECSWGની બેઠકના પ્રતિનિધિઓએ લીધી અટલબ્રિજની મુલાકાત
પરંપરાગત કુમકુમ તિલક કરી, ઢોલ-નગારાના નાદ સાથે વિદેશી મહેમાનોને આવકારવામાં આવ્યા
G20 સભ્ય દેશોના 130 પ્રતિનિધિઓ સાથે 11 આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સભ્યોએ અમદાવાદના આઇકોનીક અટલબ્રિજની મુલાકાત કરી હતી.
વિદેશી મહેમાનોને પરંપરાગત કુમકુમ તિલક કરી, ઢોલ-નગારાના નાદ સાથે વિદેશી મહેમાનોને આવકાર આપવામાં આવ્યો હતો.
ગાંધીનગર ખાતે 2જી ECSWG મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. જ્યાંથી મહેમાનો અમદાવાદના મુખ્ય આકર્ષણો પૈકી એક એવા અટલબ્રિજની મુલાકાત લીધી હતી. બ્રિજના વિવિધ સ્પોટ પરથી સમગ્ર બ્રિજને નિહાળ્યો હતો. કેટલાક મહાનુભાવો આ મુલાકાતની યાદગીરીને કચકડે કંડારતા જોવા મળ્યા.