પરપ્રાંતિય યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
(એજન્સી)વાપી, ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા બલિઠા વિસ્તારમાં એક કથિત લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વિધર્મી યુવક બલિઠાની એક સગીરાનું અપહરણ કરી અને ફરાર થઈ ગયો હતો.
સગીરાના પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા જ પોલીસે મામલાને ગંભીરતાથી લઈ ગણતરીના દિવસોમાં જ સગીરાનું અપહરણ કરી ફરાર થનાર રોશન સૈયદ નામના વિધર્મી ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે અત્યારે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સોની પણ કલમ લગાવી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને સગીરાના અપહરણનો હેતુ શું હતો એ જાણવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. વાપીના છેવાડે આવેલા બલિઠા વિસ્તારમાં રહેતા એક પર પ્રાંતિય પરિવારમાં ચાર દીકરીઓ હતી. પરિવારના માતા-પિતા બંને કંપનીઓમાં નોકરીએ જતા હતા.
દિવસભર દીકરીઓ ઘરે એકલી રહેતી હતી. થોડા દિવસ અગાઉ જ સગીરા ઘરેથી જાેવા નહીં મળતા. પરિવારજનોએ તપાસ કરતા. એક વિધર્મી યુવક વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા જ પોલીસે સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લીધું હતું. અને આરોપી અને સગીરાને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી.