મૃણાલ ઠાકુરે તેની ફીમાં ૧૩૫ ટકાનો વધારો કર્યો
મુંબઈ, ફિલ્મ અભિનેત્રી મૃણાલ ઠાકુર એક એવી અભિનેત્રી છે, જેણે એક કલાકાર તરીકે અદભૂત સફર કરી છે. મૃણાલને લોકોએ માત્ર જાેઈ જ નથી, પરંતુ તેના ચાહકોએ તેની સફળતાની ઉજવણી કરી છે.
ટેલિવિઝનથી લઈને વિવેચકો સુધી તેમની ફિલ્મોના વખાણ થયા છે. દિલ જીતવાથી લઈને અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીતવા સુધી મૃણાલ ઊભરતા સ્ટાર્સમાંની એક છે. આજે તે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે અમે આપને જણાવીએ છીએ કે, મૃણાલે તેની લાંબી કારકિર્દીમાં સફળ રહીને તેની નેટવર્થમાં કેટલો વધારો કર્યો છે.
રિપોર્ટ્સના મતે, બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુરે કથિત રીતે તેની ફીમાં ૧૩૫ ટકાનો વધારો કર્યો છે. તેની પાસે કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો છે, જેમાં દુલકર સલમાનની સામેની ‘સીતા રામમ’નો સમાવેશ થાય છે, જેણે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી અને ફિલ્મ માટે તેને ૮૫ લાખ રૂપિયા મળ્યા હતા.
અભિનેત્રીએ હવે તેની ફી વધારીને ૨ કરોડ રૂપિયા કરી દીધી છે. ઘણા દિગ્દર્શકોમાં તેની માગ છે અને તેને ટોલીવુડ અને બોલિવૂડ તરફથી ઘણી ઓફર મળી છે. મૃણાલ ‘બાટલા હાઉસ’, ‘જર્સી’ અને ‘સુપર ૩૦’ જેવી મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે વિજય દેવરાકોંડાની આગામી ફિલ્મમાં પણ જાેવા મળશે.
મૃણાલ નેટફ્લિક્સ એન્થોલોજી ‘લસ્ટ સ્ટોરીઝ ૨’ની ૪ સ્ટોરીમાંથી એક સ્ટોરીમાં જાેવા મળી હતી. અભિનેત્રીએ વર્ષ ૨૦૧૨માં સ્ટાર પ્લસ પર ડેઈલી સોપ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે પ્રથમ વખત વર્ષ ૨૦૧૪માં મરાઠી ફિલ્મ ‘વિટ્ટી દાંડુ’માં જાેવા મળી હતી.
તેણે વર્ષ ૨૦૧૯ની ફિલ્મ ‘સુપર ૩૦’માં હૃતિક રોશનની સામે તેની બોલિવૂડની શરૂઆત કરી હતી અને તે જ વર્ષે જ્હોન અબ્રાહમની ‘બાટલા હાઉસ’માં પણ તે જાેવા મળી હતી. મૃણાલ હવે આવનારી ફિલ્મ પૂજા મેરી જાનમાં વિક્રમ સિંહ ચૌહાણ, હુમા કુરૈશી, પીપા, ઈશાન ખટ્ટર અને પ્રિયાંશુ પેન્યુઅલની સાથે જાેવા મળશે. મૃણાલ ઠાકુર સાઉથ સિનેમામાં વધુ ફી માગનારી અભિનેત્રીમાંથી એક બની ગઈ છે. તેની એક્ટિંગના પણ લોકો ઘણા વખાણ કરી રહ્યા છે.SS1MS