Western Times News

Gujarati News

ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ

weather forecast

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ હળવો વરસાદ રહેવાની શક્યતાઓ

ગુજરાત તરફ આવવાના બદલે ઉત્તરપશ્ચિમ તરફ ફંટાઈ ગઈ!

અમદાવાદ, ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પૂર્વના તથા દક્ષિણના ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે સિસ્ટમ (ડિપ્રેશન) બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવવાની સંભાવનાઓ હતી તે હવે દેશના ઉત્તરપશ્ચિમ ભાગ તરફ ગતિ કરી રહી છે. જેના કારણે ગુજરાત પર તેની અસર નથી પરંતુ રાજ્યમાં હળવો વરસાદી માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. Chances of light to moderate rain in Gujarat

આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી છે. હવામાન વિભાગ દ્વારા ગુરુવારે આગાહી કરવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્રમાં વરસાદમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત રિજનમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદ હાલ થવાની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે.

આજે પણ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક સુરેન્દ્રનગર, બોટાદ સહિતના ભાગોને બાદ કરતા રાજ્યમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન હળવા વરસાદના કેટલાક સ્પેલ રહી શકે છે.

સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરી રહી હોવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં થયેલા વરસાદ સામાન્ય કરતા વધુ છે. ૩જી ઓગસ્ટની બપોરે ડૉ. મોહંતીએ પાંચ દિવસ માટે માછીમારોને ચેતવણી આપીને જણાવ્યું હતું કે, દરિયામાં પવનની ગતિ વધુ રહેશે, આ સાથે દરિયામાં તોફાની રહેવાની શક્યતાઓને જાેતા માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.