Western Times News

Gujarati News

હથોડાના ઘા ઝીંકી નિંદ્રાધીન યુવકની હત્યા કરાઈ

share broker suicide

પ્રતિકાત્મક

ગાંધીનગર, ન્યૂ ગાંધીનગરના કોબા ખાતે આવેલી સાઈટ પર હુમલાની ઘટનાએ ચકચાર જગાવી છે. કે રાહેજાની સ્કીમમાં કામ કરતા બે કુટુંબી ભાઈઓ ગાઢ નિદ્રામાં હતા. ત્યારે વહેલી પરોઢે રિક્ષામાં આવેલા બે ઈસમોએ હુમલો કર્યો હતો.

બંને ભાઈ પર હથોડાના ઘા ઝીંકીને હુમલાખોરો રિક્ષામાં નાસી છુટયા હતા. સારવાર દરમિયાન એક ભાઈનું મોત થયું હતું.

કોબા ખાતે રાહેજા સંત વિહાર ૩ ખાતે વહેલી પરોઢે બે કુટુંબી ભાઈઓ ગાઢ નિંદ્રામાં સુતેલા હતા. મૂળ તલોદના અજમેરપુરા પુંસરી ગામનો વતની ૩૦ વર્ષીય નરેશ નટવરસિંહ સોલંકી કોબા ખાતેની સંતવિહાર-૩ નામની સાઈટ ઉપર કુટુંબી ભાઈ પિન્ટુસિંહ બાપુસિંહ સોલંકી સાથે આર.એમ.સી. પ્લાન્ટનું મશીન ચલાવવાની નોકરી કરે છે.

બંને ભાઈઓ અલગ અલગ સાઈટ ઉપર મશીન ચલાવીને ઉકત સ્થળે મશીનની કેબિનમાં જ સૂઈ જતાં હતા. નિત્યક્રમ મુજબ નરેશ અને પિન્ટુસિંહ સાઈટના આર.એમ. સી મશીનના કેબિનમાં સુઈ ગયા હતા. રવિવારે વહેલી સવારે કેબિનમાં કોઈને મારવાનો અવાજ થતા જ નરેશ ઉંઘમાંથી સફાળો જાગી ગયો હતો.

નરેશે જાેયું તો રપ-૩૦ વર્ષની ઉંમરનો અજાણ્યો યુવાન હાથમાં હથોડો લઈને પિન્ટુને માથાના ઘા ઝીંકી રહ્યો હતો. નરેશને જાગી ગયેલો જાેઈને હુમલાખોરે તેના પર પણ હથોડો વીંઝીયો હતો. જાેકે નરેશે હાથ વચ્ચે લાવી દેતા તેને માથામાં સામાન્ય ઈજાઓ થઈ હતી.

ગભરાયેલા નરેશે બુમાબુમ કરી મુકતા હુમલાખોર હથોડો મુકીને બહાર ઉભેલી રિક્ષામાં બેસીને ભાગી ગયો હતો. પિન્ટુસિંહનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.