Western Times News

Gujarati News

એનિમલ પહેલા બોબી દેઓલે ૫ વખત વિલનનો રોલ કરીને દિલ જીત્યાં

મુંબઈ, બોબી દેઓલે પોતાના કરિયરની શરૂઆત રોમેન્ટિક હીરો તરીકે કરી હતી, પરંતુ થોડા સમય પછી તે ખરાબ વ્યક્તિની ભૂમિકા ભજવીને લોકપ્રિય બની ગયો હતો. ‘એનિમલ’ પહેલા બોબી દેઓલને બેડ બોયના રોલમાં ૫ વખત પસંદ કરવામાં આવ્યો હતો. બોબી દેઓલની ૨૦૦૦માં આવેલી ફિલ્મ ‘બાદલ’ વિદેશી ફિલ્મ ‘ધ ડેવિલ્સ ઓન’થી પ્રેરિત હોવાનું કહેવાય છે.

આ ફિલ્મમાં, અભિનેતાએ બાદલ નામના આતંકવાદીની ભૂમિકા ભજવી હતી, જેણે બાળપણમાં એક હત્યાકાંડમાં પોતાનો આખો પરિવાર ગુમાવ્યો હતો. ફિલ્મ ‘બિચ્છુમાં બોબી દેઓલે જીવા નામનું પાત્ર ભજવ્યું છે, જે એક અમીર છોકરીના પ્રેમમાં પડે છે, પરંતુ છોકરીના પિતા પોલીસકર્મીઓને લાંચ આપે છે, અને જીવાની માતા અને બહેનને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દે છે.

૨૦૦૭ની ફિલ્મ ‘શકા લાકા બૂમ બૂમ’માં બોબીએ અયાન જાેશીની ભૂમિકા ભજવી હતી, જે એક સંગીતકાર છે. ફિલ્મમાં તે ખરાબ વ્યક્તિ બની ગયો છે. ફિલ્મમાં કંગના રનૌતનો પણ રસપ્રદ રોલ છે.

બોબી દેઓલે વર્ષ ૨૦૨૦માં વેબ સિરીઝ ‘આશ્રમ’ સાથે જબરદસ્ત પુનરાગમન કર્યું હતું. સિરીઝમાં તેનું પાત્ર એટલું લોકપ્રિય બન્યું કે, તેના પર જાેક્સ બનવા લાગ્યા. તેણે એક ઢોંગી બાબાની ભૂમિકા ભજવી છે, જે પોતાને ભગવાન માને છે. તે લોકોની લાચારીનો લાભ લઈને પોતાનું ગુનાહિત અને રાજકીય સામ્રાજ્ય વિસ્તારતો રહે છે.

લવ હોસ્ટેલ’માં, બોબી દેઓલે વિરાજ સિંહ ડાગરની ભૂમિકા ભજવી છે, જે ભાગી રહેલા પ્રેમીઓના જીવનની પાછળ છે. વિરાજના રોલમાં તે ખૂબ જ ભયાનક લાગે છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને સાન્યા મલ્હોત્રાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ૨૦૨૨માં રિલીઝ થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.