CMOના નામે રોફ જમાવતો ઠગ વિરાજ પટેલ પોલીસ જાપ્તામાંથી ફરાર
(એજન્સી)વડોદરા, વડોદરામાં CMOના નામે રોફ જમાવતો ઠગબાજ વિરાજ પટેલ પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો છે.સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આરોપી ફરાર થઇ ગયા પછી પણ જવાબદાર પોલીસકર્મીઓને તેની ગંધ પણ ન આવી. મુદત હોવાથી વિરાજ પટેલને ૨૫ આરોપી સાથે વડોદરાની કોર્ટમાં રજૂ કરાયો હતો. મુદત બાદ તમામ આરોપીઓ પરત આવ્યા હતા, પરંતુ વિરાજ ન દેખાતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
૩૦ એપ્રિલના રોજ વડોદરાની ગોત્રી પોલીસે વિરાજ પટેલની દુષ્કર્મ અને ઠગાઇના કેસમાં ધરપકડ કરી હતી, રિમાન્ડ પૂર્ણ થતાં વિરાજ પટેલને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલાયો હતો. જ્યાં મુદત હોવાથી વિરાજ સહિત અન્ય ૨૫ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ કરાયા બાદ, અન્ય તમામ ૨૪ આરોપીઓ પરત લવાયા.જાેકે વિરાજ પટેલ ગાયબ હોવાથી તપાસ કરતા મામલો પ્રકાશમાં આવ્યો.
એક રીઢો ગુનેગાર ગાયબ હોવાની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી છે. દિવાળીના તહેવારમાં પોલીસ હાલ એક ફરાર આરોપીને શોધવા માટે દોડાદોડી કરી રહી છે.