Western Times News

Gujarati News

રાજકોટમાં ૧૦૦ લોકોએ કરી ધર્મ પરિવર્તનની અરજી

૧૦૦ લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી

દર મહિને નવી નવી અરજીઓ આવતી હોય છે, અરજીઓના સચોટ કારણો તપાસાયા બાદ આ અંગે ર્નિણય લેવામાં આવે છે

રાજકોટ, રાજકોટમાં ૧૦૦ લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજીઓ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં ૧૦૦ લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી. બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા અરજીઓ કરવામાં આવી હતી. છેલ્લા છ મહિનામાં રાજકોટમાંથી ૧૦૦ અરજી કરવામાં આવી છે. અમુક અરજીઓ સામૂહિક પરિવારના ધર્મપરિવર્તન માટે કરવામાં આવી છે. 100 people applied for religious conversion in Rajkot

હિન્દુઓને ધર્મ પરિવર્તન કરાવવા માટે મિશનરી સંસ્થાઓ સક્રિય થઇ હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં રાજકોટ શહેરમાં ૧૦૦ જેટલી અરજીઓ થઇ છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં અનેક પ્રકારની અરજીઓ આવતી હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કલેકટર પાસે છેલ્લા ૬ મહિનામાં ધર્મ પરિવર્તન અંગે ૧૦૦ થી વધુ અરજીઓ આવી છે.

સુત્રોએ ઉમેયુ હતું કે દર મહિને નવી નવી અરજીઓ આવતી હોય છે, અરજીઓના સચોટ કારણો તપાસાયા બાદ આ અંગે ર્નિણય લેવામાં આવે છે. હાલ પેન્ડિંગ અરજીઓ અંગે તંત્ર ર્નિણય લેશે. ૧૦૦ થી વધુ અરજીઓમાં બૌદ્ધ-ખ્રિસ્તી ધર્મ તથા અન્ય ધર્મો અપનાવવા અંગે સિંગલ કે પરિવારની અરજીઓ આવી છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.