ઈન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા આરડકેતા કોલેજમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ
ગાંધીનગર, ઈન્ડિયન મેડિકલ એસોસીએશિન (IMA) દ્વારા સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાનો ડોક્ટરો માટેની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન ખેડબ્રહ્માની આરડકેતા કોલેજના વિશાળ ગ્રાઉન્ડ્સ ઉપર કરવામાં આવ્યું હતું. જેમાં મોડાસા, હિંમતનગર, ઈડર, વિજાપુર, ભીલોડા, ખેડબ્રહ્મા વિ.શહેરોની ડોક્ટર્સની ટીમો દ્વારા સતત બે દિવસ સુધી ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડો.ભૂપેન્દ્ર શાહ, ડો.એમ.પી.પટેલ, ડો.ગણેશભાઈ, ડો.સી.કે.પટેલ, ડો.દિલીપ દવે, ડો.કે.કે.સોલંકી, ડો.અશ્વિન ગઢવી, ડો.ઠાકુર વિ. દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટના અંતે હિંમતનગર અને ઈડરની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં હિંમતનગરની ટીમમ વિજેતા બની હતી. વિજેતા ટીમને આરડકેતા કોલેજના પ્રમુખ આર.ડી.પટેલ દ્વારા સુવર્ણ કપ એનાયત કરવામાં આવ્યો હતો.