Western Times News

Gujarati News

અલ્લુ અર્જુનને મૃણાલ ઠાકુર સાથે કામ કરવાની ઈચ્છા

મુંબઈ, સાઉથ સેન્સેશન અલ્લુ અર્જુને ભવિષ્યમાં મૃણાલ ઠાકુર સાથે પ્રોજેક્ટ કરવા અંગે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. ૭૦મા ફિલ્મફેર એવોડ્‌ર્સ સાઉથમાં બ્લોકબસ્ટર હિટ “પુષ્પા ૨ઃ ધ રૂલ”માં તેના મજબુત અભિનય માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યા બાદ મૃણાલ ઠાકુરે તેને ખાસ શુભેચ્છા સંદેશ સાથે સુંદર ફૂલોના બુકે મોકલ્યા હતા.જેમાં મૃણાલે મેસેજ લખ્યો હતો, “સર, બેસ્ટ એક્ટર માટે ફિલ્મફેર જીતવા બદલ હાર્દિક અભિનંદન. આ સન્માન સંપૂર્ણપણે લાયક છે.

તમે દરેક રોલ માટે જે સમર્પણ, ઇન્ડેન્સિટી અને અદભુત પ્રતિભાનો પરિચય આપો છો તે ખરેખર પ્રેરણાદાયી છે.”અલ્લુ અર્જુને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બુકે અને નોટની તસવીર શેર કરતાં લખ્યું, “ થેંક યુ સો મચ મૃણાલ ઠાકુર. સો સ્વીટ ઓફ યુ. આશા છે કે ક્યારેક સાથે કામ કરી શકીએ.”

ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુન અને મૃણાલ ઠાકુરે અત્યાર સુધી સ્ક્રીન શેર કરી નથી. આગામી સમયમાં અલ્લુ અર્જુન ફરી એકવાર “પુષ્પા” ળેન્ચાઇઝીની ત્રીજી કડીમાં પુષ્પા રાજની ભૂમિકા ભજવતો જોવા મળશે. ગુરુવારે અટલીએ પણ ઓફિશિયલી ફિલ્મમાં દીપિકા પાદુકોણની એન્ટ્રીની જાહેરાત કરી દીધી છે.

અલ્લુ અર્જૂન, દીપિકા પાદુકોણ અને અટલી પણ પહેલી વકત સાથે કામ કરી રહ્યાં છે. તેની આગામી ફિલ્મોની યાદીમાં લોકેશ કાનાગરાજ સાથે એએ૨૩ અને અટલી સાથે એએ૨૨એક્સએ૬ પણ સામેલ છે.બીજી તરફ, મૃણાલ ઠાકુર અદિવી શેષ સાથેની ફિલ્મ ડકોઈટની રિલીઝની રાહ જોઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.