ICICI પ્રુડેન્શિયલ લાઈફે તથા એસકે ફાયનાન્સે ક્રેડિટ લાઈફ સોલ્યુશન્સ ઉપલબ્ધ બનાવવા ભાગીદારીની કરી
· એસકે ફાયનાન્સના 9.3 લાખથી વધુ ગ્રાહકોને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે ક્રેડિટ લાઈફ સોલ્યુશન્સની સરળ સુવિધા મળશે
· ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં એસકે ફાયનાન્સની મજબૂત હાજરી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સના વિતરણ નેટવર્કને વધુ મજબૂત બનાવશે
અમદાવાદ, ભારતની અગ્રણી નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપની (NBFCs)ઓ પૈકીની એક, એસકે ફાયનાન્સ લિમિટેડે આજે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. આ સહયોગ એસકે ફાયનાન્સના ગ્રાહકોને ગ્રુપ ક્રેડિટ પ્રોટેક્શન ઈન્સ્યોરન્સ સોલ્યુશન્સ ઉપલબ્ધ બનાવશે, જે તેમને જરૂરી નાણાકીય સુરક્ષા પૂરી પાડશે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં મજબૂત હાજરી ધરાવતી એસકે ફાયનાન્સ તેના 9.3 લાખથી વધુ ગ્રાહકોને ગ્રાહક-કેન્દ્રીત ક્રેડિટ લાઈફ ઈન્સ્યોરન્સ સોલ્યુશન્સ પૂરા પાડી તેમને તેમના પરિવારોની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્ષમ બનાવશે.
આ જોડાણ જવાબદારીપૂર્વક ઋણ લેવા માટે પ્રોત્સાહિત કરશે અને ખાસ કરીને વંચિત સમુદાયોમાં સરળ અને અવરોધ રહિત લોન વીમો ઓફર કરીને વધુ બહેતર નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. ક્રેડિટ લાઈફ પ્રોડક્ટ્સ ગ્રાહકોને જોખમનું વધુ સારી રીતે સંચાલન કરવા સક્ષમ બનાવે છે અને સુનિશ્ચિત કરે છે કે પરિવારની નાણાકીય યોજનામાં કોઈ અવરોધ ના સર્જાય.
આ ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતાં, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડના ડિસ્ટ્રિબ્યુશન ચીફ – ક્રેડિટ લાઈફ એન્ડ પ્રોટેક્શન, શ્રી ઉપેન્દ્ર પ્રભુએ જણાવ્યું હતું કે, “અમે દેશની અગ્રણી એનબીએફસી એસકે ફાયનાન્સ સાથે ભાગીદારી કરીને આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ. વીમાની પહોંચ વધારવા અને ‘તમામ માટે વીમો’ના લક્ષ્યને હાંસલ કરવા માટે વિતરણ વ્યવસ્થા અત્યંત મહત્વની છે. આ સહયોગ ગ્રાહકોની લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા જરૂરિયાતોને ટેકો આપવાની સાથે જીવન વીમાની સુલભતા બહેતર બનાવવાના અમારી કંપનીના લક્ષ્યને અનુરૂપ છે.
ગ્રાહકલક્ષી મૂલ્યો પર નિર્માણ પામેલી બંને સંસ્થાઓ, ગ્રાહકોને વધુ બહેતર મૂલ્ય પૂરું પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, ક્રેડિટ લાઈફ પ્રોડક્ટ એ બાબત સુનિશ્ચિત કરે છે કે કોઈ અનિચ્છનિય ઘટનાના સંજોગોમાં, ગ્રાહકો તેમના પરિવારો માટે બાકી લોન સ્વરૂપે કોઈ જવાબદારી મુકી જવાને બદલે એક મિલકત મુકતા જાય.”
આ વ્યૂહાત્મક ભાગીદારી અંગે બોલતાં, એસકે ફાયનાન્સ લિમિટેડના પૂર્ણકાલીન ડિરેક્ટર, શ્રી યશ સેટિયાએ જણાવ્યું હતુંકે, “અમારું મિશન માત્ર લોન આપવા પૂરતું મર્યાદિત નથી. અમારો ઉદ્દેશ્ય અમારા ગ્રાહકોને નાણાકીય રીતે સદ્ધર બનાવવાનો અને તેમના પરિવારોને નાણાકીય અવરોધ તેમજ લોનની જવાબદારીઓથી બચાવવાનો પણ છે. તે દિશામાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ સાથેની આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ, ભાગીદારી ‘નયા ભારત‘ માટે સંકલિત ધિરાણ અને જોખમ સુરક્ષા ઉકેલો પૂરાં પાડવા માટેના અમારા ઈન્સ્યોરન્સ એકમ ‘એસકે બીમા‘ હેઠળના વ્યાપક વિઝન સાથે સુસંગત છે.”
આ ભાગીદારી જીવન વીમાને સરળ બનાવવા અને તેના ગ્રાહકો માટે લાંબા ગાળાની નાણાકીય સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે બંને સંસ્થાઓની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
